સુરેન્દ્રનગરના અનુપમ સોસાયટીમાં લોકોના ઘરમાં વરસાદી પાણી ભરાયા

13 August 2019 07:16 PM
Surendaranagar
  • સુરેન્દ્રનગરના અનુપમ સોસાયટીમાં લોકોના ઘરમાં વરસાદી પાણી ભરાયા

હેન્ડલુમ વિસ્તારમાં પણ પાણી ભરાવાની સમસ્યાથી લોકો પીડીત

(ફારૂક ચૌહાણ)
વઢવાણ તા.13
સુરેન્દ્રનગર એંસી ફુટ રોડ પર આવેલી અનુપમ સોસાયટીઓમાં તેમજ લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા હતાં. જ્યા ઘરની અંદર ઢીંચણસમા પાણી ઘૂસી જતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે પાણી ભરાવાથી ભારે નુકસાન થયું હતું.
ઝાલાવાડમાં સીઝનનો 80% વરસાદ, 5 જળાશયો ઓવરફ્લો...
જિલ્લામાં 48 કલાકથી મેઘો મહેરબાન થયો છે પરંતુ જાણે મેઘમહેર હવે મેઘકહેર બની હોય તેમ સતત વરસાદથી સુરેન્દ્રનગરના હેન્ડલૂમ રોડ, કરમણપરા, રામનાથ સોસાયટી, કડિયા સોસાયટી, અનુપમ સોસાયટી, શ્રીનાથજી પાર્ક, ઓમનગર, રામનગર, રતનપર ખાણ વિસ્તાર, જેલ ચોક, નવા-જૂના જંક્શન રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. હવામાન વિભાગે તા. 11 સુધી વરસાદની આગાહી વ્યક્ત કરી છે.
સુરેન્દ્રનગરના હેન્ડલુમ વિસ્તારમાં રસ્તાઓના લેવલ ગલીઓથી ઉંચા થઇ ગયા હોવાથી શુક્રવારે રાત્રે વરસેલા વરસાદમાં શેરીઓમાં પાણી ભરાવા લાગ્યા હતા. જેમાં વિસ્તારના વિઠ્ઠલપ્રેસ, મારવાડી લાઇન, માઇમંદિર વિસ્તારની ગલીઓમાં લોકોના ઘરોમાં પાણી ભરાઇ ગયા હતા. મોડી રાત્રે લોકોને ગલીઓની બહાર પાણી ગલીમાં ન ઘુસે માટે પાળા બનાવવા પડ્યા હતા.


Loading...
Advertisement