સુરેન્દ્રનગરમાં સખી વન સ્ટોપ સેન્ટરનો પ્રારંભ

13 August 2019 07:11 PM
Surendaranagar
  • સુરેન્દ્રનગરમાં સખી વન સ્ટોપ સેન્ટરનો પ્રારંભ
  • સુરેન્દ્રનગરમાં સખી વન સ્ટોપ સેન્ટરનો પ્રારંભ

મહિલા સશકિતકરણ પખવાડિયા અંતર્ગત ખુલ્લા મુકાયેલા સખી વનસ્ટોપ સેન્ટરમાં મહિલાઓને માર્ગદર્શન પુરૂ પડાશે

(ફારૂક ચૌહાણ) વઢવાણ તા.13
મહિલા સશકિતકરણ પખવાડીયાની ઉજવણી અંતર્ગત સુરેન્દ્રનગર રામ ભોજનાલય કેમ્પસ ખાતે સાંસદ ડો.મહેન્દ્રભાઈ મુંજપરાની ઉપસ્થિતિમાં "સખી" વનસ્ટોપ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમ પ્રસંગે સાંસદશ્રીએ જણાવ્યું હતું કે, હિંસાથી પીડિત મહિલાઓની તમામ સમસ્યાઓના સમાધાન માટે "સખી" વનસ્ટોપ સેન્ટર દ્વારા કામગીરી કરવામાં આવશે. અહીથી પીડિત મહિલાઓ તમામ પ્રકારનું માર્ગદર્શન, કાયદાકીય સહાય, પોલીસ સહાય, તબીબી સહાય અને જરૂર જણાય તો કાઉન્સેલીગ પણ મેળવી શકશે. પીડિત મહિલાઓ માટે આશ્રય સ્થાનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, પીડિત-શોષિત મહિલાઓના સર્વાગી ઉત્કર્ષ માટે ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા દેશના દરેક રાજયમાં વન સ્ટોપ સેન્ટર-સખી યોજના કાર્યરત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના અમલીકરણ માટે મહિલા અને બાળ વિકાસ વિભાગ કેન્દ્વવતી વિભાગ તરીકે કામગીરી કરી રહયું છે.
આ પ્રસંગે ધારાસભ્ય ધનજીભાઈ પટેલ, જિલ્લાલ પંચાયત પ્રમુખ કલ્પનાબેન ધોરીયા, સંકલિત બાળ વિકાસ વિભાગના પ્રોગ્રામ ઓફિસર મનીષાબેન બ્રહ્મભટ્ટ, જિલ્લા મહિલા અને બાળ અધિકારી શૈલેષ અંબારીયા, જિલ્લાર સમાજ સુરક્ષા અધિકારી જીતેન્દ્રા મકવાણા અગ્રણી પન્નાબેન શુકલ સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિશત રહયા હતા.


Loading...
Advertisement