પાટડીના વિસાવડી ગામે રસ્તાનું ખાતમુહુર્ત

13 August 2019 07:06 PM
Surendaranagar
  • પાટડીના વિસાવડી ગામે રસ્તાનું ખાતમુહુર્ત
  • પાટડીના વિસાવડી ગામે રસ્તાનું ખાતમુહુર્ત

ધારાસભ્યએ વર્ષા જુનો પ્રશ્ર્ન હલ કરતી લોકોમાં છવાયો ખુશીનો માહોલ

(ફારૂચ ચૌહાણ) વઢવાણ તા.13
પાટડીના વિસાવડી ગામ લોકોનું અનેક વર્ષો નું સપનું ધારાસભ્ય નૌસાદભાઈ સોલંકીએ આકાર કર્યુ હતુ. અનેક વર્ષો થી પડતર કામો નો પ્રારંભ કરી લોકાર્પણ કરતા ગ્રામ લોકો માં ખુશી નો માહોલ સર્જાયો.મોટી સંખ્યા માં ગામ લોકો એ જોડાઈ ને વિસાવડી ગામે આરસીસી રોડનું ખાતમુહૂર્ત કાર્યકમ માં જોડાયા હતા.
સુરેન્દ્રનગર જિલ્લા નો પાટડી દસાડા એ ખારો પાટ વિસ્તાર ગણાતા હોય છે.ત્યારે આ જિલ્લા ના રણકાઠ ના ગામડાઓ નો જે વિકાસ થવો જોઈ એ એટલો થયો નથી. ત્યારે આવા પછાત વિસ્તાર માં વિકાસ ના કામોની નૌસાદ ભાઈ સોલંકી પાટડી ધારાસભ્ય એ દોડ મૂકી છે.અનેક પડતર કામો શરૂ કરી ને લોકાર્પણ ધારાસભ્ય નૌસાદ સોલંકી એ કર્યા છે.
પાટડી તાલુકાના વિસાવડી ગામે આરસીસી રોડનું ખાતમુહૂર્ત કરતા ધાભ્ય નૌસાદ ભાઈ સોલંકી તથા તાલુકા પંચાયતના ડેલિ ગેટ હીરાભાઈ તથા હરિપુર ગામ ના સરપંચ કમલેશભાઈ તથા વિક્રમભાઈ રબારી તથા ઈકબાલભાઈ તથા જેનાબાદ ના ડેલીગેટ સલીમભાઈ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. વિસાવડી ગામે આરસીસી રોડનું ખાતમુહૂર્ત કરતા છેલ્લા ઘણા વર્ષો નું સપનું ગામ લોકો નું પૂરું થયા ની ખુશી ગ્રામ જનો એ વ્યક્ત કરી હતી.


Loading...
Advertisement