હવે કાનુની માર્ગે પણ અમેરિકા અઠે દ્વારકા કરવાનું મુશ્કેલ: સરકારી લાભ મેળવતા લાખો ઈમીગ્રેન્ટસને ફટકો

13 August 2019 07:05 PM
India World
  • હવે કાનુની માર્ગે પણ અમેરિકા અઠે દ્વારકા કરવાનું મુશ્કેલ: સરકારી લાભ મેળવતા લાખો ઈમીગ્રેન્ટસને ફટકો

પુરતી આવક ન હોય તો તમારું અમેરિકામાં કામ નથી: સીધો સંદેશ

વોશિંગ્ટન તા.13
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે કાનુની માર્ગે આવતા લોકોને વિઝા અને કાયમી નિવાસ માટેના નવા કડક નિયમો જાહેર કર્યા છે. નિષ્ણાંતો કહે છે કે આ કારણે ‘ગરીબ’ હોવાના નાતે લાખો લોકો પૈકી અડધાને અહીં વરસાદ કરવો મુશ્કેલ બનશે.
ટ્રમ્પના ઈમીગ્રેશન સલાહકાર સ્ટીફન મિલરે બનાવેલા આ નિયમો 15 ઓકટોબરથી લાગુ થશે. અહીંની આવકના ધોરણો જેટલો પગાર નહીં હોય તો તેમને હંગામી અથવા કાયમી નિવાસ માટે વિઝા નહીં મળે. એવી જ રીતે કલ્યાણ ફુડ સ્યેમ્પ જાહેર આવાસો અથવા તબીબી સહાય જેવી સરકારી મદદ મેળવતા હશે તો પણ તેમને પરમેનન્ટ વિઝા આપવામાં નહીં આવે.
કેથોલિક લીગલ એમીગ્રેશન નેટવર્ક ઈનકોર્પોરેશનના ચાર્લ્સ વ્હીલરે જણાવ્યું હતું કે ટ્રમ્પ શાસન કોંગ્રેસને આતરી પોતાની મેરીટ આધારીત ઈમીગ્રેશન સીસ્ટમ દાખલ કરી રહ્યું છે. ઓછી આવક ધરાવતા લોકોને અમેરિકા આવતા રોકવા આ પાછલા ધોરણોનું પગલું છે.
ટ્રમ્પ પહેલેથી જ કાનુની અને ગેરકાનુની ઈમીગ્રેશનના વિરોધી રહ્યા છે તેમના પ્રમુખપદ દરમિયાન આ મુદો કેન્દ્રસ્થાને રહ્યો છે.
નવા નિયમ જાહેર થયા પછી નેશનલ ઈમીગ્રેશન લો સેન્ટર (એનઆઈએસસી) એ જણાવ્યું હતું કે તે આ નિયમનો અમલ રોકવા અદાલતમાં જશે.
837 પાનાના નિયમમાં અમેરિકામાં સરકારી સહાય મેળવતા અથવા મેળવવાપાત્ર લોકોને નિશાન બનાવવામાં આવ્યા છે. પુરતી આવક ન મેળવતા અતવા સરકારી લાભ મેળવતા લોકોને વિઝા આપવા ઈન્કાર કરાશે.
સરકારી અંદાજ મુજબ આ કારણોસર 382,000 ઈમીગ્રાન્ટસના દરજજાની સમીક્ષા થઈ શકે છે. વિશ્ર્વના અમેરિકી કોુસ્યુલેટ ખાતે અમેરિકી વિઝા માટે અરજી કરતા કરોડો લોકોને જો આ નિયમ લાગુ પાડવામાં આવશે તો વાસ્તવિક સંખ્યા ઘણી વધુ હશે.
વિદેશ વિભાગે રાજદ્વારીઓને પબ્લીક ચાર્જ (સરકારી સહાય)ના આધારે વિઝાના ઈન્કારની વ્યાપક સતાઓ આપી છે.
અમેરિકી ઈમીગ્રેશન સીસ્ટમનું માર્ગદર્શન આપતા માઈગ્રન્ટ તરફી જુથ બાઉન્ડલેસના સહસ્થાપક ડોંગ રેન્ડે જણાવ્યું હતું કે કોંગ્રેસ મારફત અમલ કરાવવાનું મુશ્કેલજણાતાં વહીવટી ક્ષેત્રે આ વહીવટીમાર્ગ લીધો છે.
આ નિયમનો મુખ્ય હેતુ કાયદેસરના હકદાર હોવા છતાં ઈમીગ્રેન્ટસને સરકારી લાભો લેતા અટકાવવાનો છે.
યુએસ સીટીઝનશીપ એન્ડ ઈમીગ્રેશન સર્વિસીસ ના કાર્યવાહક ડાયરેકટર કેન કુસીનેલીએ જણાવ્યું હતું કે નવા નિયમમાં ‘પબ્લીક ચાર્જ’ની વ્યાખ્યા સ્પષ્ટ કરવામાં આવી છે. એ મુજબ 36 મહિનાના ગાળામાં 12 મહિનાથી વધુ કોઈએ એક કે વધુ સરકારી લાભ મેળવ્યો હોય એને આવો નિયમ લાગુ પડશે. સરકારી લાભોમાં સપ્લીમેન્ટસ સીકયુરીટી ઈન્કમ, ટેમ્પરરી આસીસ્ટન્ટસ ફોર નીડી ફેસીલીઝ, ધ સપ્લીમેન્ટ ન્યુટ્રીશન પ્રોગ્રામ, મોટાભાગની તબીબી સહાય અને જુદા જુદા સરકારી આવાસ કાર્યક્રમોનો સમાવેશ થાય છે.


Loading...
Advertisement