GST ફુલપ્રુફ છે? 45000 કરોડની કરચોરીનો પર્દાફાશ

13 August 2019 07:04 PM
Business India
  • GST ફુલપ્રુફ છે? 45000 કરોડની કરચોરીનો પર્દાફાશ

નવી દિલ્હી તા.13
દેશમાં આડકતરા કરવેરાનો સમાન કાયદો જીએસટી લાગુ પડયાને બે વર્ષ કરતાં અધિક સમય થઈ ગયો હોવા છતાં સીસ્ટમ ફુલપ્રુફ બની ન હોય તેમ ગત નાણાંકીય વર્ષમાં 45000 કરોડની જીએસટી ચોરી પકડી પાડવામાં આવી હતી અને તેમાંથી 25000 કરોડની વસુલાત કરી લેવામાં આવી છે. જીએસટી ચોરીનાં 37000 કેસો પકડાયા હતા.
ઈનપુટ ટેકસ ક્રેડીટનાં ગેરલાભ તથા રીટર્નમાં ખોટા આંકડા દર્શાવવાથી માંડીને અનેકવિધ રીતે જીએસટી ચોરીના કિસ્સા પકડાયા છે. સૌથી સરળ મોડસ ઓપરેન્ડી બોગસ બીલીંગની માલુમ પડી છે. 85000 કરોડ જેવી જંગી રકમને સાંકળતા 2000 કેસો માત્ર બોગસ બીલીંગમાં હતા.બોગસ બીલીંગનાં કેસોમાંથી 736 કરોડની વસુલાત કરવામાં આવી છે.
કરવેરા નિષ્ણાંતોના કહેવા પ્રમાણે જીએસટી ચોરીના પકડાયેલા કેસો સાવ મામુલી છે. વાસ્તવમાં આંકડો ઘણો મોટો હોઈ શકે છે. જો કે, તેનો કોઈ અંદાજ બાંધવાનું શકય નથી. દાણચોરીના સોનામાં જેમ માંડ 3થી10 ટકા સોનુ જ પકડાય છે તેમ જીએસટી ચોરીમાં પણ અમુક ટકાના કેસો જ પકડાય છે.
જીએસટી ઘણો વ્યાપક છે. એટલે ચોરી પકડવાનું પણ સરળ નથી. ઝંઝટભરી સીસ્ટમ જ ટેકસચોરી કરવા પ્રેરે છે. અનેક ચીજો ટેકસમુક્ત છે. પરિણામે આખી ચેઈન ખોરવાઈ જાય છે. ઉદાહરણરૂપે ઘઉં જ ટેકસ નથી પરંતુ ઘઉંના લોટ પર ટેકસ લાગુ પડે છે. વેપારી ઘઉં ખરીદે ત્યારે ટેકસ ચુકવતા નથી એટલે લોટ વેચે ત્યારે ટેકસ ચોરી કરે છે. આ પ્રકારે આવી અન્ય અનેક ચીજોમાં પણ સમાન ઘટનાક્રમ સર્જાય છે. બોગસ બીલીંગને ઉતેજન મળે છે. વાત આટલેથી અટકતી નથી. ત્યારબાદ બોગસ બીલો પર ઈનપુટ ટેકસ ક્રેડીટના દાવા થાય છે.
ભૂતકાળમાં સેલટેકસ તથા એકસાઈઝ વખતે પણ આંતર-અંડરબીલીંગ તથા બોગસ બીલીંગના ઘટનાક્રમ સર્જાતા હતા. નવી ટેકસ સીસ્ટમમાં પણ સમાન હાલત છે. દેશમાં જુલાઈ 2017માં જીએસટી લાગુ પાડવામાં આવ્યો હતો અને 5,12,18 અને 28 એમ જુદા-જુદા ચાર ટેકસ સ્લેબ રાખવામાં આવ્યા હતા.
જીએસટી લાગુ પડયાના પ્રથમ વર્ષે 4400 કરોડની ટેકસ ચોરી પકડવામાં આવી હતી. બોગસ ઈનપુટ ટેકસ ક્રેડીટ મેળવવા. બનાવટી કંપનીઓ ઉભી થયાના કીસ્સા પણ પ્રકાશમાં આવ્યા છે. બીલીંગ નેટવર્કની બહાર જ આવી કંપનીઓ રહેતી હોવાની તે પકડવાનું મુશ્કેલ છે.
બે વર્ષ કરતા અધિક સમય થઈ ગયો હોવા છતાં જીએસટી વસુલાત એક લાખ કરોડની આસપાસ જ રહે છે. ચાલુ નાણાકીય વર્ષનો સરેરાશ માસિક ટારગેટ 1.14 લાખ કરોડ છે.


Loading...
Advertisement