મોદીની ‘જંગલ સફારી’ 165 દેશોના લોકોએ નિહાળી

13 August 2019 07:02 PM
India
  • મોદીની ‘જંગલ સફારી’ 165 દેશોના લોકોએ નિહાળી

બાળપણમાં મગર પકડી ઘેર લાવ્યાની મોદીની વાતથી ગ્રીલ્સ પણ દંગ: હિમાલયવાસના રહસ્યો પણ ખોલ્યા :18 વર્ષમાં પહેલી રજા લેનાર વડાપ્રધાનનો પર્યાવરણ-પ્રકૃતિ પ્રેમ છલકાયો: ડીસ્કવરીનાં શોની આવક દાનમાં અપાશે.

નવી દિલ્હી તા.13
ભાગ્યે જ કોઈ દેશમાં બન્યું હશે કે પર્યાવરણ સાથે સંકળાયેલો કાર્યક્રમ જોવા લોકોમાં ભારત-પાકીસ્તાન ક્રિકેટ મેચ જેવું ઝનૂન જોવા મળ્યું હોય. ગઈરાતે પ્રસારીત થયેલા ડિસ્કવરી ચેનલના મેન વર્સીસ વાઈલ્ડ એપીસોડ દરમિયાન આવું જોવા મળ્યું હતું. જે દિવસે સમાચાર આવ્યા કે લોકપ્રિય કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી આવનારા છે ત્યારથી લોકોને એ જોવાની તાલાવેલી જાગી હતી. વડાપ્રધાને આ એપીસોડના શુટીંગ દરમ્યાન ગાયેલી પળોને 18 વર્ષની રાજકીય સફરમાં લીધેલી પ્રથમ રજા બતાવી હતી. સમગ્ર એપીસોડમાં મોદીએ પર્યાવરણ અને પ્રકૃતિ તરફ પોતાની પ્રતિબદ્ધતા મજબૂત રીતે વ્યક્ત કરી હતી.
આ કાર્યક્રમ દ્વારા મોદીએ યુવાનો વચ્ચે પોતાની રોક સ્ટાર અને યુથ આઈકનવાળી ઈમેજ વધુ મજબૂત કરી છે.
વડાપ્રધાને કાર્યક્રમમાં પોતાના બાળપણથી માંડી અત્યાર સુધીની કહાણી સંભળાવી હતી. તેમણે કાર્યક્રમમાં મોટાભાગે ભારતના સંદર્ભમાં વાતો કરી હતી. આ કાર્યક્રમનું પ્રસારણ 180 દેશોમાં થયું હતું અને કરોડો લોકોએ એ જોયો હતો.
બેયર ગ્રિલ્સ મોદીની પ્રકૃતિ સાથે સંકળાયેલા જ્ઞાન અને જાણકારી અને અનુભવથી કેટલીયવાર આશ્ર્ચર્ય અનુભવતા જોવા મળ્યા હતા. આ અગાઉ તે આ શોમાં એ વખતના અમેરિકી પ્રમુખ બરાક ઓબામાને સામેલ કરી ચૂકયા છે.
મોદીએ તેમને બાળપણમાં મગરના બચ્ચાને પકડી ઘરે લાવ્યાની વાતો કરી હતી. તેમની માતાએ તેમને ફરી તળાવમાં છોડી આવવા જણાવ્યું હતું.
મોદીએ પોતે હિમાલયમાં ગાયેલા સમય વિષે જણાવ્યું ત્યારે ગ્રીલ્સ ફરી અચંબામાં પડી ગયા હતા. કેટલીય વખતે તે જયારે કંઈક જાણકારી આપવા ઈચ્છતા હતા ત્યારે મોદીએ એની પહેલેથી ખબર હોવાનું ફલિત થતું હતું.
આખરે તેમને કહેવું પડયું કે જંગલ સાથે જોડાયેલી માહિતી મોદી પાસે છે એટલી ભાગ્યે જ કોઈ નેતા પાસે હશે.
આ કાર્યક્રમ પ્રત્યે વિશ્ર્વમાં દીવાનગીનો માહોલ રહ્યો હતો અને એટલે જ ‘મેન વર્સીસ વાઈલ્ડ’ અને પીએમ મોદી ડિસ્કવરી’ હેશટેગ ટ્રેન્ડ કરી રહ્યા હતા. આ એપીસોડનું શુટીંગ ફેબ્રુઆરીમાં કોર્બેટમાં કરવામાં આવ્યું હતું. આ શોની આવક રાષ્ટ્રીય હિતના કાર્યમાં કરવામાં આવશે, એવું પીએમઓના અધિકારીઓ અને બ્રોડકાસ્ટર્સ જણાવી રહ્યા છે.
અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ડિસ્કવરી ચેનલ ભારતમાં વન્ય પ્રાણી સંરક્ષણને ટેકો આપવા માંગે છે. આથી, કાર્યક્રમની આવક સંરક્ષણ માટે ખર્ચ કરાશે.
ઉતરાખંડમાં આવેલા જીમ કાર્બેટ નેશનલ પાર્કમાં હાલમાં 250 થાય છે. તાજેતરની વસતીગણતરીમાં વાઘોની સંખ્યા 2010માં 349 થી વધી 442 હોવાનું જણાયું હતું. સમગ્રતયા ભારતમાં 2987 વાઘ છે. 2014 પછી આ સંખ્યા 2226 નો વધારો થયો છે.


Loading...
Advertisement