અમીત શાહ, રામમાધવ ખન્ના કાશ્મીર જશે! તિરંગો ફરકાવશે

13 August 2019 07:00 PM
India
  • અમીત શાહ, રામમાધવ ખન્ના
કાશ્મીર જશે! તિરંગો ફરકાવશે

નવી દિલ્હી તા.13
કલમ 370 હટાવ્યા બાદ ભાજપે જમ્મુ-કાશ્મીર અને લદાખમાં સ્વતંત્રતા દિવસ પર્વ જોરશોરથી મનાવવાની તૈયારીમાં છે.
પાર્ટીનાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને પ્રદેશ પ્રભારી અવિનાશ રાય ખન્ના કછુઆમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવશે. જયારે રાષ્ટ્રીય મહા સચીવ રામમાધવ લેહમાં પાર્ટીનાં કાર્યક્રમમાં તિરંગો લહેરાવશે. તિરંગો લહેરાવશે. સાથે સાથે લદાખમાં કેન્દ્ર શાસીત પ્રદેશ બનવાની ખુશીનાં પર્વમાં સામેલ થશે.
તો જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયા બાદ કેન્દ્ર સરકારે ત્યાના લોકોનો વિશ્ર્વાસ જીતવા અને ત્યાંના લોકોને મુખ્ય ધારામાં લાવવા માટે કોશીશો તેજ કરી છે.અગાઉ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ જમ્મુ-કાશ્મીર પહોંચ્યા હતા. ત્યારે બીજી બાજુ જમ્મુ-કાશ્મીરથી અલગ થયેલ કેન્દ્ર શાસીત લદાખમાં લોકોનો ભરોસો જીતવાના લક્ષ્ય સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ તા.17 મી ઓગસ્ટથી શરૂ થનાર આદિવાસી બાબતોનાં મંત્રાલય દ્વારા આયોજીત આદી મહોત્સવનું ઉદઘાટન કરશે.લદાખનાં લોકો જમ્મૂ-કાશ્મીરથી અલગ થવા ઈચ્છતા હતા. ત્યાના લોકોએ કેન્દ્રનાં આ પગલાનું સ્વાગત કર્યું છે. આ આદિ મહોત્સવમાં લગભગ 20 રાજયો સાથે જોડાયેલા આદિવાસી હસ્ત શિલ્પીઓ અને કલાકારો ભાગ લેશે.તો આ વખતે સ્વતંત્રતા દિન સમારોહમાં જમ્મુ-કાશ્મીર-લદાખમાં દરેક જગ્યાએ તિરંગો ઝંડો લહેરાવાશે.


Loading...
Advertisement