લાલ કિલ્લા પર આતંકી હુમલાની નવી બાતમી: હાઈ એલર્ટ

13 August 2019 06:59 PM
India
  • લાલ કિલ્લા પર આતંકી હુમલાની નવી બાતમી: હાઈ એલર્ટ

દિલ્હીમાં નવા એલર્ટથી જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા: ઠેરઠેર સીસીટીવી કેમેરાની બાજ નજર: દરેક જગ્યાએ ચેકીંગ :લાલ કિલ્લા-દિલ્હીમાં ડ્રોન-પતંગ ઉડાડવા પર પણ પ્રતિબંધ

નવી દિલ્હી તા.13
અત્રે સ્વાતંત્ર્ય દિને આતંકી હુમલાનાં ઈનપુટ ફરીવાર મળવાને પગલે દિલ્હીમાં સુરક્ષાની વ્યવસ્થા ઔર વધારવામાં આવી છે.
જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયા બાદ આતંકીઓ ઉશ્કેરાયા છે. ત્યારે આઝાદી દિન પર્વે આતંકીઓ લાલ કિલ્લા સહીત દિલ્હીમાં આતંકી હુમલો કરી શકે તેવા ઈનપૂટ (સંકેતો) મળ્યા બાદ સુરક્ષા માટે દિલ્હીમાં દરેક જગ્યાએ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે અને દરેક જગ્યાએ ચેકીંગ પણ શરૂ કરાયું છે.પોલીસ કમિશ્નરે અનેક જગ્યાએ સુરક્ષાની વ્યવસ્થાનું નિરિક્ષણ કર્યું હતું. ઉતરી જીલ્લાનાં ડીસીપી નુપુર પ્રસાદે જણાવ્યું હતું કે લાલ કિલ્લાની સુરક્ષા માટે અનેક ચેક પોઈન્ટ બનાવાયા છે. લાલ કિલ્લા આસપાસ લગભગ 800 કેમેરા લગાવાયા છે. આ સિવાય સુરક્ષાનાં ભાગરૂપે દિલ્હીમાં ડ્રોન અને પતંગ ઉડાડવા પર પણ રોક લગાવાઈ છે લાલ કિલ્લાની સુરક્ષા માટે 10 કંપનીઓ તૈનાત કરાઈ છે.


Loading...
Advertisement