પેકીંગમાં મળતા ખાદ્ય પદાર્થો પર હવે એકસપાયરી-યુઝ-બાય ડેઈટ આવશે

13 August 2019 06:58 PM
Health India
  • પેકીંગમાં મળતા ખાદ્ય પદાર્થો પર હવે એકસપાયરી-યુઝ-બાય ડેઈટ આવશે

બેસ્ટ-બીફોર-યુઝ બાદ પણ ખાદ્યપદાર્થ વેચી શકાશે

નવી દિલ્હી: ખાદ્ય પદાર્થોના પેકીંગમાં હાલ ‘બેસ્ટ-બીફોર-યુઝ’ એટલે કે ચોકકસ તારીખ પુર્વ જે તે ખાદ્ય ચીજોનો ઉપયોગ કરી લેવા માટે જણાવાય છે પણ હવે તેમાં એકસપાયરી યુઝ બાય ડેઈટ એટલે કે આ તારીખ સુધીમાં તો જે તે ખાદ્ય પદાર્થોનો કે સોફટ ડ્રીન્કસનો ઉપયોગ કરી લેવો જરૂરી જ છે તે નિશ્ર્ચિત કરાશે. વાસ્તવમાં બેસ્ટ બીફોર યુઝની ટેગ બાદ પણ ખાદ્ય પદાર્થ ઉપયોગમાં લેવા જેવો હોય છે પણ લોકો તેનાથી દૂર રહે છે. બેસ્ટ બીફોર યુઝના નિયમો છે જે અત્યંત કડક છે પણ આ ખાદ્ય પદાર્થોની ‘શેલ્ફ લાઈફ’ એટલે કે તે કયાં સુધી વેચી શકાય કે તે ખાવા લાયક રહે છેતે નિશ્ર્ચિત કરાશે. હાલ રીટેલ સ્ટોર્સમાં આ સ્થિતિ બહું જોવા મળે છે. શોપીંગ મોલમાં સસ્તા ભાવે પણ બેસ્ટ-બીફોર યુઝના ખાદ્ય પદાર્થ વેચાય છે. જેની સામે નાના વેપારીઓ પહોંચી શકતા નથી. રીટેલ જાયન્ટસ કંપનીઓ પાસેથી તગડા ડીસ્કાઉન્ટથી આ પ્રકારના ઉત્પાદનો મેળવે છે તેની હવે નાના વેપારીઓ પણ આ બેસ્ટ બીફોર યુઝમાં કંપનીઓ સાથે બાર્ગેનીંગ કરીને તેમને પણ મોલ જેવા ડીસ્કાઉન્ટની ઓફર મેળવી શકે. તેઓને આ પ્રકારના ડબલ લેબલીંગથી ફાયદો થશે અને નાના ગ્રાહકો પણ આ પ્રકારના લાભ તેની નજીકની કિરાના શોપથી મેળવી શકશે.
એકસપાયરી-યુઝ-બાય ડેઈટએ જે તે ખાદ્ય પદાર્થના ઉપયોગની અંતિમ તારીખ બની જશે અને તે બાદ આ પ્રકારના ખાદ્ય પદાર્થ વેચી શકાશે નહી અને ગ્રાહક પણ તેના ઉપયોગ ન કરે તે માટે આ ડેઈટ મદદરૂપ થશે.


Loading...
Advertisement