રૂા.25.11 લાખની કરચોરી ઝડપી લેતુ રાજકોટ જીએસટી વિભાગ

13 August 2019 06:48 PM
Rajkot
  • રૂા.25.11 લાખની કરચોરી ઝડપી લેતુ રાજકોટ જીએસટી વિભાગ

રાજકોટની એક વેપારી પેઢીમાં હજુ તપાસ ચાલુ

રાજકોટ તા.22
રાજકોટ જીએસટી તંત્રના ડીવીઝન 10 દ્વારા ગયા સપ્તાહનાં અંતમાં રાજકોટ-મોરબી અને વાંકાનેર ખાતે ટાઈલ્સ પ્લાયવુડ અને ટ્રાન્સપોર્ટર મળી કુલ 6 વેપારી એકમો ઉપર કરચોરી અંગે દરોડા પાડવામાં આવેલ હતા અને તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવેલ હતો.
આ તપાસનો દૌર સતત બે દિવસ સુધી ચાલ્યો હતો. આ તપાસનાં અંતે તંત્રને મોરબીની ચાર વેપારી પેઢીઓમાંથી રૂા.25.11 લાખની કરચોરી હાથ લાગવા પામી હતી દરમ્યાન રાજકોટની એક વેપારી પેઢીમાં હજુ તપાસ ચાલુ રખાઈ છે જયારે વાંકાનેરનાં ટ્રાન્સપોર્ટરને ત્યાંથી કંઈ વાંધાજનક મળેલ ન હતું.


Loading...
Advertisement