રાજયના તમામ પાણીની ટાંકીઓનો સુરક્ષા રીપોર્ટ આપવા આદેશ

13 August 2019 06:45 PM
Gujarat
  • રાજયના તમામ પાણીની ટાંકીઓનો સુરક્ષા રીપોર્ટ આપવા આદેશ

બોપલમાં ટાંકી તૂટી પડતા રાજય સરકાર જાગી

ગાંધીનગર: રાજયની તમામ નગરપાલીકાઓની કાર્યરત પાણીની ટાંકીઓની વર્તમાન સ્થિતિનો રીપોર્ટ બે દિવસમાં રજુ કરવાના આદેશ કરવામાં આવ્યા હોવાના અહેવાલ છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અમદાવાદ શહેરમાં બોપલ વિસ્તારમાં પાણીની ટાંકી તૂટી જવાની ઘટના બાદ સરકાર સફાળી જાગી છે. સાથે સાથે જર્જરીત હાલતમાં ટાંકીઓનું રીપેરીંગ કામ પણ તાત્કાલીક પુરુ કરવાના આદેશ આપવામાં આવ્યો છે. અત્રે નોંધનીય છે કે બોપલ વિસ્તારમાં બનેલી ઘટના બાદ આવી કાઈ ઘટના રાજયમાં કયાંય બને નહીં તે માટે રાજય નગરપાલીકા નિયામક દ્વારા રાજયની તમામ નગરપાલીકાઓની કાર્યરત પાણીની ટાંકીઓની હાલની સ્થિતિ કેવી છે? પાણીની ટાંકી કેટલા પ્રમાણમાં જર્જરીત છે? તેવા પ્રકારના ટેકનીકલ મુદાઆ આવરી લેતો સર્વગ્રાહી રીપોર્ટ બે દિવસમાં જ નગરપાલીકા નિયામક સમક્ષ મોકલી આપવાના આદેશ થયા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.


Loading...
Advertisement