પાકને રાષ્ટ્રસંઘની વધુ એક લપડાક: કલમ 370 નાબુદી ભારતની આંતરિક બાબત

13 August 2019 06:43 PM
India World
  • પાકને રાષ્ટ્રસંઘની વધુ એક લપડાક: કલમ 370 નાબુદી ભારતની આંતરિક બાબત

ચીનના ટેકાથી કુદકો મારવા જતા પાકને રશિયાને ઈશારે સમીતીએ પછડાટ આપી

નવી દિલ્હી: કાશ્મીરની કલમ 370 નાબુદીના મુદે એક એક દેશ ભટકી રહેલા પાકીસ્તાનને એક વધુ ફટકો પડયો છે. પાકે રાષ્ટ્રસંઘની સલામતી સમીતીનો સંપર્ક કરી કલમ 370 નાબુદ કરી ભારતે રાષ્ટ્રસંઘના ઠરાવનો ભંગ કર્યો છે અને ભારતનું આ પગલું રોકવા કરેલી માંગ રાષ્ટ્રસંઘ સલામતી સમીતીના વડા તરીકે કાર્યરત પોલેન્ડે પર પાકને આંચકો આપતા ભારતના આ પગલાને તેના બંધારણની મર્યાદાનું ગણાવી પાકની માંગ ફગાવી દીધી હતી અને ભારત સાથેના પ્રશ્ર્નો દ્વીપક્ષી રીતે હલ કરવા સલાહ આપી હતી. સંયુક્ત રાષ્ટ્રસંઘમાં પાકને ચીનનો ટેકો મળી રહેશે તેવી ગણતરી હતી અને સલામતી સમીતી સમક્ષ ઈમરાનખાનની સરકાર ગઈ પણ અહી હાલ પોલેન્ડ સમીતીનું અધ્યક્ષ છે અને તેણે રશિયાના ઈશારે પાકની આ માંગ ફગાવતા પાકને જબરો ફટકો પડયો છે.


Loading...
Advertisement