કાશ્મીર મામલે ટ્રમ્પ હવે ભારત, પાક વચ્ચે મધ્યસ્થી નહીં કરે

13 August 2019 06:33 PM
Rajkot
  • કાશ્મીર મામલે ટ્રમ્પ હવે ભારત, પાક વચ્ચે મધ્યસ્થી નહીં કરે

ભારતીય રાજદુતની સ્પષ્ટતા: ત્રીજા પક્ષની જરૂર નથી

વોશિંગ્ટન તા.13
અમેરિકામાં ભારતીય રાજદૂત હર્ષવર્ધન શ્રૃંગલાએ જણાવ્યું કે કાશ્મીરમાં માથું નહીં મારવાની અમેરિકાની દસકા જુની નીતિ રહી છે. આ સમસ્યાનો ઉકેલ દ્વીપક્ષી મંત્રણા દ્વારા લાવવા ભારત અને પાકીસ્તાનને અમેરિકા પ્રોત્સાહીત કરશે.ટપણે જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીર બાબતે તેમની મધ્યસ્થીની દરખાસ્ત એના પર નિર્ભર છે કે ભારત અને પાકીસ્તાન તે સ્વીકારે છે કે નહીં. ભારતે આ દરખાસ્ત સ્વીકારી નથી એટલે સ્પષ્ટ છે કે આ દરખાસ્ત વિચારણા હેઠળ નથી. ભારતીય રાજદૂતે જણાવ્યું હતું કે યુએનના મહામંત્રી એંતોનિયો ગુતારેલએ પણ સ્પષ્ટતા કરી છે કે આ મુદો ભારત અને પાકીસ્તાને સીમલા સમજુતી અને લાહોર ઘોષણાપત્ર મુજબ દ્વિપક્ષીય આધારે ઉકેલવો જોઈએ.
શ્રુંગલાએ જણાવ્યું હતું કે આ એવો મુદો છે જે ત્રીજા પક્ષની મદદથી ઉકેલી શકાય નહીં.હું માનું છું કે ટ્રમ્પ એ સ્પષ્ટ કરી દીધું છે.


Loading...
Advertisement