રાપરના બે ઐતિહાસીક તળાવો ઓવરફલો : વધામણા

13 August 2019 06:31 PM
kutch
  • રાપરના બે ઐતિહાસીક તળાવો ઓવરફલો : વધામણા
  • રાપરના બે ઐતિહાસીક તળાવો ઓવરફલો : વધામણા

રાપર માં છેલ્લા બે દિવસ માં 15 ઇંચ ઉપર વરસાદ થતાં અને મૌસમ નો કુલ 20 ઇંચ વરસાદ થતાં રાપર ના બે એતિહાસિક તળાવો નગાસર અને આંઢુવાળા બને ઓગની ગયા હતા જેને રાપર નગરપાલિકાના પ્રમુખ અને પ્રથમ નાગરિક ગંગાબેન રમેશભાઇ સિયારીયા.તથા ઉપ પ્રમુખ હઠુભા સોઢા દ્વ્રારા વાજતેગાજતે ઢોલ ના તાલે વધાવાયા હતા જેમાં મોટી સંખ્યામાં નગરજનો ઉમટી પડ્યાં હતાં ઘણા લાંબા સમય બાદ બને તળાવો ઓગન્યા હતા જેના કારણે સહેરી જનો ગઇ કાલ થી જ રાપર ના નગાસર તળાવ તથા આંઢવાળું તળાવ જોવા માટે ઘસારો થયો હતો
ઉપરોક્ત બે દિવસ થી સતત મેઘ રાજા મહેર કરી રહ્યા ના કારણે હજી બને તળાવો ના ઓગન પૂરજોશમાં ચાલુ રહ્યા છે.તો આજે સવારે દેનાબેન્ક ચોક થી ઢોલ ના તાલે રાપર નગરપાલિકા પ્રમુખશ્રી ગંગાબેન સિયારીયા,ઉપ પ્રમુખશ્રી હઠુભા સોઢા,ચીફ ઓફિસર મેહુલ જોધપુરા.શહેર ભાજપ પ્રમુખ ઉમેશ સોની.નગરપાલિકા સદસ્યો.પ્રવીણ ભાઈ ઠક્કર,બળવંત ભાઈ ઠક્કર,મુરજી પરમાર,રાજુ પટેલ,અનૌપસિંહ વાઘેલા, દિનેશ સોની,અજીતસિંહ જાડેજા,ભીખુભા સોઢા,નિલેશ માલી,દિનેશ ઠક્કર.સામાજિક તથા રાજકીય હોદેદારો જોડાયાં હતા.


Loading...
Advertisement