વિજબીલ માટે વધુ એક બારી ખોલવા રજુઆત

13 August 2019 06:30 PM
Morbi
  • વિજબીલ માટે વધુ એક બારી ખોલવા રજુઆત

મોરબી શનાળા તેમજ મુખ્ય પીજીવીસીએલ ઓફીસે વધુ એક બારી ખોલી નાંણા સ્વીકારવામાં આવે તો લોકોને રાહત થાય તેમ છે તેવી રજુઆત આમ આદમી પાર્ટી દ્રારા કરવામાં આવેલ છે. એકજ બારીને કારણે બીલ ભરવા આવતા ગ્રાહકોએ મુશ્કેલી ભોગવવી પડે છે. જીઇબીમાં બે બારી ઉપર બીલ લેવાતા હતા પણ છેલ્લા ઘણા સમયથી એક બાપી બંધ કરી માત્ર એક જ બારીથી કામ ચલાવાતુ હોય બીલ ભરવા લાઇનો લાગે છે. સ્ટાફની અછત કે કોઇ અન્ય કારણે માત્ર એક જ બારીથી બિલ સ્વીકારવામાં આવી રહ્યા છે. લાંબી લાઇનોને લીધે બીલ ભરવા આવતા ગ્રાહકો વચ્ચે તકરાર થાય છે.જે સ્થિત નિવારવા કલેકશન માટે બે બારી શરૂ કરવા આપ દ્વારા રજુઆત કરવામાં આવેલ છે. (તસ્વીર : જીગ્નેશ ભટ્ટ)


Loading...
Advertisement