હળવદ યાર્ડના વેપારીના બંધ મકાનમાં 14 લાખની ચોરી

13 August 2019 06:30 PM
Morbi Crime
  • હળવદ યાર્ડના વેપારીના બંધ મકાનમાં 14 લાખની ચોરી
  • હળવદ યાર્ડના વેપારીના બંધ મકાનમાં 14 લાખની ચોરી

શનિ-રવિની રજામાં વતન ગયેલા : કુટુંબના ઘરમાં તિજોરી સાફ કરી જતા તસ્કરો : રોકડ, દાગીના લઇ ગયાની ફરિયાદ

(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી તા.13
હળવદ શહેરમાં ગિરનારી નગરમાં રહેતા વેપારી ના મકાનને તસ્કરોએ નિશાન બનાવી તીજોરીમાંથી સોનાચાંદીના દાગીના તેમજ રોકડ મળીને કુલ 14 લાખ રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી ગયેલ છે જેથી ભોગ બનેલા વેપારીએ હળવદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરતા પોલીસે ડોગ સ્ક્વોડની ફેશનની મદદ લઇને આરોપી સુધી પહોંચવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે.
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ હળવદના રાયસંગપુર ગામના રહેવાસી અને હાલમાં હળવદની ગિરનારીનગર સોસાયટીમાં રહેતા પ્રવિણભાઇ ઘનશ્યામભાઇ ચૌહાણના બંધ મકાનને તસ્કરો દ્વારા નિશાન બનાવવામાં આવેલ છે. આ બંધ મકાનના પાછળના ભાગમાં આવેલ દરવાજાને તોડીને તસ્કરો ઘરમાં પ્રવેશ્યા હતા અને બેડરૂમમાં મુકવામાં આવેલ તિજોરીના તાળા તોડીને ચોરી ને વેરવિખેર કરી નાખી હતી તિજોરીના ખાનામાં પડેલ ચાંદીના દાગીના તેમજ રોકડ મળીને કુલ રૃપિયા 14 લાખના મુદ્દામાલની તસ્કરો ચોરી કરી ગયેલ છે જેથી ભોગ બનેલા વેપારી પ્રવીણભાઈ ચૌહાણે હળવદ પોલીસ સ્ટેશન ખાતે ચોરીના બનાવની ફરિયાદ નોંધાવી છે. હળવદ પોલીસે તસ્કરો સુધી પહોંચવા માટે જોગ સ્કવોડ અને એફએસએલની મદદ લઇને તપાસ હાથધરી છે.વધુમાં પ્રવીણભાઈ ચૌહાણ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે તેઓને મૂળ ખેતીનો વ્યવસાય છે અને હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે તેઓની દુકાન પણ આવેલી છે જેથી તેઓ હળવદમાં રહે છે અને તેઓના ભાઇ સહિતનો બાકીનો પરિવાર રાયસંગપુર ગામે રહે છે. શનિ-રવિની રજા હોવાથી તેઓ પરિવાર સાથે પોતાના વતનમાં ગયા હતા માટે તેઓનું ઘર બંધ હતું. તે દરમિયાન કોઇ તસ્કરો દ્વારા તેઓના ઘરને નિશાન બનાવીને આ ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે.અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં તસ્કરો દ્વારા જે સોના-ચાંદીના દાગીનાની ચોરી કરવામાં આવેલ છે તેમાં ભોગ બનેલા વેપારી પ્રવીણભાઈ ચૌહાણ ના પત્ની તેમજ તેના ભાઈ ના પત્નીના દાગીના નો સમાવેશ થાય છે.


Loading...
Advertisement