પ્રભાત ડાંગર બોર્ડમાં આવી જતા પુષ્કર પટેલે બહાર કઢાવ્યા..

13 August 2019 06:28 PM
Rajkot
  • પ્રભાત ડાંગર બોર્ડમાં આવી જતા પુષ્કર પટેલે બહાર કઢાવ્યા..

કોર્પોરેટર પતિ અંદર શું કરે છે?

રાજકોટ તા.13
સામાન્ય સભામાં આજે ગૃહ અંદર કોંગી કોર્પોરેટરના પતિ પ્રભાતભાઈ ડાંગર આવી જતા અને આ બાબત પૂર્વ સ્ટે. ચેરમેન પુષ્કર પટેલના ધ્યાને આવતા તેમણે તુરંત મેયરનું ધ્યાન દોર્યુ હતું. ચૂંટાયેલા સભ્યો સિવાય કોઈ વ્યકિતને બોર્ડમાં હાજર રહેવાનો અધિકાર હોતો નથી. જેથી પુષ્કર પટેલે ધ્યાન દોર્યા બાદ તુરંત મેયર બિનાબેન આચાર્યએ પ્રભાતભાઈને બહાર મોકલવા સલામતી સ્ટાફને સુચના આપી હતી.


Loading...
Advertisement