હોંગકોંગને અલગ દેશ બતાવનાર વર્સાચે કંપની પર ચીન ભડકયું

13 August 2019 06:19 PM
World
  • હોંગકોંગને અલગ દેશ બતાવનાર વર્સાચે કંપની પર ચીન ભડકયું

પેઈચીંગ તા.13
હોંગકોંગમાં ચીન સામે ચાલી રહેલા દેખાવો વચ્ચે ચીનના સોશ્યલ મીડીયા પર ફેશન બ્રાન્ડસ સામે કેમ્પેન શરુ થયું છે. રવિવારે જ ઈટલીની ફેશન બ્રાન્ડ કંપની વર્સાચેને પોતાના ટિશર્ટ માટે માફી માંગવી પડી હતી.
આ અંગેની વિગત એવી છે કે વર્સાચે તરફથી ડિઝાઈન ટિશર્ટના કેપ્શનમાં લખ્યુ હતું- ‘હોંગકોંગ અને મકાઉ ચીનનો ભાગ નથી’ જો કે આ કેપ્શનને લઈને સોશ્યલ મીડીયામાં ઘણા વિરોધ થયો અને વર્સાચેએ આ માટે માફી પણ માંગી લીધી છે. હવે ચીનના રાષ્ટ્રવાદી નાગરિકો સોશ્યલ મીડીયા પર ન્યુયોર્કના ફેશન બ્રાન્ડ કોચ અને જિયેંશેની સામે મોરચો ખોલી દીધો છે.
ઉલ્લેખનીય છે કે હોંગકોંગના પ્રત્યાર્પણ કાયદાની સામે જોરદાર વિરોધ થાય છે. હોંગકોંગ સ્વાપ્ત દેશ છે પણ તેના પર ચીનનું સંપૂર્ણ નિયંત્રણ છે. ચીનની ‘વન ચાઈના વન પોલીસી’ નીતિની ટિકા કરનાર કંપનીઓને સોશ્યલ મીડીયા પર નિશાન બનાવવામાં આવે છે.z


Loading...
Advertisement