રોજર્સ કપ: જીતમાં પીઠનો દુ:ખાવો વિલન બનતા સેરેના રડવા લાગી

13 August 2019 06:13 PM
Sports
  • રોજર્સ કપ: જીતમાં પીઠનો દુ:ખાવો વિલન બનતા સેરેના રડવા લાગી

નવી દિલ્હી તા.13
ધુરંધર અમેરિકાની ટેનીસ સ્ટાર સેરેના વિલિયમ્સનું ડબલ્યુટીએ રોજર્સ કપ ટુર્નામેન્ટમાં ખિતાબ મેળવવાનું સપનું રોળાયું તો તે અચાનક રડવા લાગી હતી. ફાઈનલ મેચમાં તેનું બેકપેઈન એટલું વધી ગયેલું કે તેને મંચમાંથી નીકળી જવું પડેલું, હટવાના નિર્ણય બાદ તે કોર્ટની પાસે ખુરશી પર બેસીને રડવા લાગી હતી. આ મેચમાં કેનેડાની બિકા આંદ્રેસ્ક્રને વિજેતા જાહેર કરાઈ હતી.
જયારે સેરેના ટોરંટોમાં રમાયેલાં ટુર્નામેન્ટમાં ફાઈનલમાં કેનેડાની બિયાંકા આંદ્રેસ્ક્ર સામે રમવા ઉતરી તો બધું બરાબર હતું. તે ફિટ નજરે પડતી હતી અને પહેલા સેટમાં 3-1ની બઢત પણ મેળવી લીધી હતી. પરંતુ આ દરમિયાન સેરેનાને પીઠમાં દર્દ થતા તે રોવા લાગી હતી. આ દરમિયાન અમ્પાયર પણ તેની પાસે પહોંચ્યા હતા. સેરેનાએ કહ્યું હતું કે મેં પુરી કોશીશ કરી પણ દર્દના કારણે મજબૂર હતી.


Loading...
Advertisement