સોનામાં નવો રેકોર્ડ; દસ ગ્રામના રૂા.39000: મહિનામાં 9 ટકા વધ્યા

13 August 2019 06:11 PM
Rajkot Business India
  • સોનામાં નવો રેકોર્ડ; દસ ગ્રામના
રૂા.39000: મહિનામાં 9 ટકા વધ્યા

ઝવેરીઓ-ગ્રાહકો મુંઝવણમાં; તહેવારો કેવા જશે?: વિશ્ર્વબજારમાં ભાવ 1525 ડોલરે પહોંચ્યો

રાજકોટ તા.13
સોનાના ભાવોમાં આગઝરતી તેજીનો દોર જારી રહ્યો હોય તેમ દસ ગ્રામનો ભાવ રૂા.39000ની રેકોર્ડ સપાટીએ પહોંચી ગયો હતો. તેવી જ રીતે ચાંદી પણ એકધારા ભાવવધારાથી 45000ના સ્તરે પહોંચી હતી.
વિશ્ર્વબજારમાં સતત તેજી અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડવોરના ગભરાટ, વૈશ્ર્વિક બેંકો દ્વારા સોનામાં ખરીદી, ડોલર સામે રૂપિયાની નબળાઈ જેવા કારણોથી સોનાના ભાવ સળગતા રહ્યા છે. રાજકોટમાં આજે દસ ગ્રામ સોનાનો ભાવ રૂા.39000ને આંબી ગયો હતો અને પછી 38925 સાંપડયો હતો. વિશ્ર્વબજારમાં ભાવ 1525 ડોલર હતો.. સ્થાનિક બજારમાં ચાંદીનો ભાવ 45000 થયો હતો. વિશ્ર્વબજારમાં 17.44 ડોલર હતો.
ઝવેરીઓના કહેવા પ્રમાણે સોનાનો ભાવો નવો-નવો ઉંચો ભાવ સર કરતો રહ્યોછે અને હજુ તેમાં તેજી શકય છે. ઘરઆંગણે-સ્થાનિક બજારમાં ઘરાકી પ્પ જેવી છે છતાં ભાવો વધતા રહ્યા છે તે પાછળ વૈશ્ર્વિક તેજી જવાબદાર છે. ભારતમાં હવે તહેવારોની સીઝન શરુ થવામાં છે ત્યારે ડીમાંડ અપેક્ષિત રહેશે કે કેમ તેવો સવાલ છે અને ઝવેરીઓ મુંઝવણ અનુભવી રહ્યા છે.
સોનાની પ્રવર્તમાન તેજીમાં છેલ્લા એક મહિનામાં 9 ટકાનો ભાવવધારો થયો છે ત્યારે 2009ના ચાલુ કેલેન્ડર વર્ષમાં 21 ટકાનો ભાવવધારોથયોછે એવું માનવામાં આવે છે કે તેજીનો સિલસિલો જારી રહેવાના સંજોગોમાં વિશ્ર્વબજારમાં ભાવ 1550 ડોલરને પણ વયાવી શકે તેમ છે. અમેરિકા-ચીન વચ્ચેના ટ્રેડવોરથી ઈન્વેસ્ટરો સોના તરફ વળ્યા છે. વૈશ્ર્વિકસ્તરે આર્થિક સ્લોડાઉન તથા વૃદ્ધિદર અટકી ગયો હોવાની પણ અસર છે.
નિષ્ણાંતોએ એમ કહ્યું છે કે અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડવોર નબળુ પડે તો ભાવમાં ઝડપી ઘટાડો શકય છે પરંતુ હાલ તુર્ત આવા કોઈ એંધાણ વર્તાતા નથી.
સોનાના ભાવમાં છેલ્લા એક સપ્તાહમાં 6.73 ટકા તથા મહિનામાં 9 ટકાનો ભાવવધારો થયો છે. એક વર્ષમાં 27.5 ટકાની તેજી થઈ છે.


Loading...
Advertisement