વેરાવળમાં ઇદુલ અઝહાની શાનદાર ઉજવણી : મુસ્લિમ બિરાદરોમાં ઉત્સાહ

13 August 2019 06:06 PM
Veraval
  • વેરાવળમાં ઇદુલ અઝહાની શાનદાર ઉજવણી : મુસ્લિમ બિરાદરોમાં ઉત્સાહ

વેરાવળ શહેરમાં ઇદુલ અઝહા (બકરી ઇદ) ની મુસ્લીમ બીરાદરોએ શાનદાર ઉજવણી કરેલ હતી. આ પ્રસંગે ઇદગાહ ખાતે વિશાળ સંખ્યામાં મુસ્લીમ બીરાદરોએ ઇદની નમાજ અદા કરેલ તથા શહેરની જુદી-જુદી મસ્જીદોમાં પણ ઇદની નમાજ પઢાવવામાં આવેલ હતી.
આ પ્રસંગે સવારે તુરક સમાજના પ્રમુખ જાવીદભાઇ તાજવાણી દ્વારા એક ઝુલુસ નીકળેલ જે આરબ ચોક, ગાંધી ચોક થઇ ઇદગાહ ખાતે પહોંચેલ જયાં સુન્ની મુસ્લીમ જમાતના પ્રમુખ અ.મજીદ દિવાન ની આગેવાની હેઠળ ઇદગાહ કબ્રસ્તાન ખાતે મસ્જીદના મૌલાના અબ્દુલ રઝાક એ ઇદની નમાજ અદા કરાવેલ હતી. આ તકે મુસ્લીમ સમાજની નાની-મોટી જમાતોના પ્રમુખો, આગેવાનો હાજર રહી ઇદની નમાજ પઢેલ હતી અને ઇદનો કુદબો પઢી ભારતની શાંતી એકતા માટે કોમી ભાઇચારા માટેની દુઆ કરેલ હતી. ઇદગાહ ખાતે નમાજ બાદ સમગ્ર મુસ્લીમ બીરાદરોએ એકબીજાને ગળે મળી બકરી ઇદની શુભેચ્છા પાઠવેલ હતી. વેરાવળ શહેરમાં બકરી ઇદના ધાર્મીક પ્રસંગે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ઇન્ચાર્જ પી.આઇ. મોઢવાડીયા સહીતના સ્ટાફે ઇદગાહ ખાતે તથા શહેરભરમાં બંદોબસ્ત જાળવેલ હતો. આ ઉપરાંત તાલુકાના સીડોકર, ડારી, ગોવિંદપરા સહીતના મુસ્લીમ વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોમાં પણ બકરી ઇદની ઉજવણી કરવામાં આવેલ હતી.


Loading...
Advertisement