લિલિયા પંથકમાં સિંહોના રહેઠાણ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઇ ગયા

13 August 2019 06:04 PM
Amreli
  • લિલિયા પંથકમાં સિંહોના રહેઠાણ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઇ ગયા

લાઠી-બાબરા પંથકમાં ધોધમાર વરસાદના પગલે જંગલ પાણી-પાણી

લીલીયા- લાઠી- બાબરા પંથકમાં ગત રાત્રિનાં સમયે પડેલ ધોધમાર વરસાદનાં કારણે ગાગડીયો-જમકુટી નદીમાં ઘોડાપુર આવતાં લુવારીયા અંટાળીયા વચ્ચેનાં સીમ વિસ્તારમાં સિંહોની સંખ્યા ખૂબ જ મોટી છે, તેવા પવનચક્કી ગેસ લાઈન મોગલ માં ના મંદિર વિસ્તારમાં જમકુડી અને ગાગડીયો નદીનાં પાણી ફરી વળ્યા હતા, આ વિસ્તારમં સિંહબાળની સંખ્યા ખૂબજ મોટી હોય, તેનું લોકેશન મેળવી જરૂરી કાર્યવાહી કરવાં સ્થાનિક પર્યાવરણપ્રેમીએ માંગ કરી છે.
અમરેલી શહેરનો કામનાથ જળાશય છલોછલ થયો
મેઘરાજાએ છેલ્લા બે દિવસથી વરસાવી રહેલા હેતને કારણે અમરેલી શહેરમાં આવેલ કામનાથ સરોવર છલકાઈ ગયું છે ભગવાન શિવજીના મંદિર નજીક આવેલ કામનાથ સરોવર પર ખળખળપાણી વહી રભ છે ગતરાત બાદ આજે કામનાથ સરોવર છલકાઈને પાણી ઉરથી વહી રભનો અદ્ભુત નજારો કેમેરામાં કેદ થયો છે.
શરાફી સહકારી મંડળીની સાધારણ સભા
અમરેલી ખાતે અમરવેલી નાગરિક શરાફી સહકારી મંડળી લિ. દ્વારા ત્રિવીધ કાર્યક્રમ ચતુર્થ વાર્ષિક સાધારણ સભા, વૃક્ષારોપણ, ભાજપ સંગઠન પર્વ-ર019 મો. સદસ્ય નોંધણીઅભિયાન અંતર્ગત કાર્યક્રમમાં અતિથિ વિશેષ જિલ્લા સહકારી સંઘના ચેરમેન મનિષભાઈ સંઘાણી, મંડળીના ચેરમેન શ્રીમતી રેખાબેન માવદીયા, તથા ડીરેકટરઓ, એડ.મેમ્બરઓ, તથા સભાસદોએ હાજરી આપેલ.
ફૂડ પેકેટનું વિતરણ
અમરેલી શહેર સહિત જિલ્લામાં સતત ર4 કલાક સુધી પડેલ વરસાદનાં કારણે દરીદ્રનારાયણ લોકો પોતાનાં ઝુંપડામાં પાણીનાં કારણે જમવાનું બનાવી શકયા ન હોય, અને આવા પરિવારનાં લોકો ભૂખ્યા હોય, જેથી રઘુવંશી સમાજ ર્ેારા આજે જલારામ મંદિર ખાતે ભૂખ્યાને ભોજન આપવા માટેથઈ, ફૂડ પેકેટ બનાવવામાં આવ્યા હતા અને આવા ફૂડ પેકેટનું વિતરણ જરૂરીયાત મંદ પરિવારને વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું, અંદાજીત પ00 થી પણ વધુ લોકોને આ ફૂડ પેકેટ વિતરણ કરવામાં આવ્યું હતું, આ કામ માટે થઈ રઘુવંશી સમાજનાં યુવાનોએ કામગીરી સંભાળી હતી.


Loading...
Advertisement