વોર્ડ નં.17માં ત્રણ દિવસથી પાણી પાણી: વિદ્યાર્થીઓ પણ હેરાન: ભાજપ્ના મહિલા કોર્પોરેટરની ફરિયાદ

13 August 2019 06:04 PM
Rajkot
  • વોર્ડ નં.17માં ત્રણ દિવસથી પાણી પાણી: વિદ્યાર્થીઓ પણ હેરાન: ભાજપ્ના મહિલા કોર્પોરેટરની ફરિયાદ

ખોડીયારપરા, ગીતાંજલી, સાધના, શ્રીનગર, ઢેબર કોલોનીમાં છલકાતી ભૂગર્ભ: અનિતાબેન ગોસ્વામી

રાજકોટ તા.13
રાજકોટ શહેરમાં વરસાદ રહી ગયાને ત્રણ દિવસ થઈ જવા છતા હજુ વોર્ડ નં.17માં પાણીનો નિકાલ ન થતા ખુદ ભાજપ્ના કોર્પોરેટરે પ્રજાના પ્રશ્ર્નનો અવાજ ઉઠાવીને તંત્રને ઢંઢોળ્યું છે.
વોર્ડના ભાજપ્ના મહિલા કોર્પોરેટર અનીતાબેન ગૌતમભાઈ ગૌસ્વામીએ જણાવ્યું છે કે ત્રણ દિવસ બાદ પણ વોર્ડ નં.17ના ઢેબર કોલોની, જીવરાજ હોસ્પિટલ ચોકમાં પાણીના ધોધ ચાલુ છે. આનંદનગરમાં બે સ્કૂલના વિદ્યાર્થીઓ ખુબ હેરાન થઈ રહ્યા છે. ખોડીયાર સોસાયટી, ઢેબર કોલોની, હસનવાડી, ગીતાંજલી, સાધના, શ્રીનગર સોસાયટીમાં ભૂગર્ભ ગટરની ફરીયાદોનો ઢગલો થઈ ગયો છે. આ તમામ ફરીયાદો તેઓએ ડે.ઈજનેર અને સીટી ઈજનેરને મોકલાવી છે. તાત્કાલીક આ પ્રશ્ર્નને ઉકેલવા રજૂઆત કરી છે.


Loading...
Advertisement