ગોંડલના ધુડસીયાના ખેડૂતના ખેતરમાં વરસાદી પાણી ભરાતા મગફળીનો પાક નિષ્ફળ

13 August 2019 06:03 PM
Botad
  • ગોંડલના ધુડસીયાના ખેડૂતના ખેતરમાં  વરસાદી પાણી ભરાતા મગફળીનો પાક નિષ્ફળ

વાડી-ખેતરોના પાળા તુટી ગયા : મોટુ નુકસાન

ગોંડલના ધુડસીયાના ખેડૂતના ખેતરમાં દસ વીઘાની મગફળીમા પાણી ભરાતા ઉભા પાક નું ધોવાણ થયું છે
ગોંડલના ધૂડસીયા ગામે ખેતી પર નિર્ભર પુનાભાઈ માધાભાઇ ભુવાની દસ વીઘા જમીનમાં વરસાદી પાણી ફરી વળતા ઉભા પાકનું ધોવાણ થઈ જવા પામ્યું છે તેમજ ધૂડસીયાની સીમ વિસ્તારના ખેતરોના પાળા તૂટી જતા તમામ ખેતરોમા પાણી ભરાય ગયા છે ખેડૂતો ચિંતા માં મુકાયા છે.
સતત બે દિવસથી ગોંડલ પંથકમાં પડેલ 8 ઈંચ જેટલા વરસાદથી ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ જોવા મળ્યો છે. ગોંડલ તાલુકાના શેમળા ગામ ખાતે શેમળી નદીમાં ભારે પ્રમાણમાં પાણીનો પ્રવાહ આવતાં નદીના પટ વિસ્તારમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા દ્વારા શેમળા સ્થિત તેમના ફાર્મ હાઉસ ખાતે કરાયા હતા. અંદાજીત 80 થી 90 જેટલા લોકોને સ્થળાંતર કરાયા હતા. તેમના માટે રહેવા અને ભોજનની વ્યવસ્થા પણ કરી આપવામાં આવી હતી.


Loading...
Advertisement