બોટાદમાં મોડી રાત્રીના ભારે પવનના સુસવાટાના કારણે પાળીયાદ રોડ પર એક વૃક્ષ ધરાશાયી

13 August 2019 06:01 PM
Botad
  • બોટાદમાં મોડી રાત્રીના ભારે પવનના સુસવાટાના કારણે પાળીયાદ રોડ પર એક વૃક્ષ ધરાશાયી
  • બોટાદમાં મોડી રાત્રીના ભારે પવનના સુસવાટાના કારણે પાળીયાદ રોડ પર એક વૃક્ષ ધરાશાયી

બોટાદ પંથકમાં વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા

(દિનેશ બગડીયા) બોટાદ, તા. 13
બોટાદમાં ગઇકાલે ભારે વરસાદના કારણે શહેરની અનેક સોસાયટીઓમાં પાણી ભરાઇ ગયેલ શહેરની તમામ શાળા કોલેજોમાં આજથી ત્રણ દિવસનું મીની વેકેશન શનિવાર-રવિવાર-સોમવારની રજા
પડી છે.
શહેરની બંને નદીઓ મધુ નદી અને ઉતાવળી નદીમાં રાત્રિના 3.30 કલાક સુધી ઘોડાપુર ચાલુ રહ્યા હતા. વરસાદના કારણે ગઇકાલે શહેરમાં અખબારોની ગાડી મોડી આવતા શહેરોમાં અખબારોની ડીલીવરી મોડી થઇ હતી. સવારથી ઉઘાડ જોવા મળ્યો હતો અને જનજીવન રાબેતા મુજબ ચાલુ થઇ રહ્યું હતું.
ખાંભડા ડેમમાં પાણી ઓવરફલો થતા દરવાજા ખોલવા પડયા હતા. ભીમડાદ ડેમમાં પાણી ઓવરફલો થતા પાણી ઉપરથી વહી ચુકયુ હતું.
ખાંભડા ડેમના દરવાજા ખોલતા બરવાળા, બેલા, કુંડલ, નાવડા વિગેરે અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ઘુસી ગયા હતા. જુના માર્કેટીંગ યાર્ડ સામે, વડોદરીયા હોસ્પિટલ પાસે એસ.ટી. ડેપો પાસે વૃક્ષો પડયાના બનાવો બનેલ છે.
હવેલી ચોક, જલમીન ટોકીઝ, મોટી વાડી પરા વિસ્તાર, હનુમંતપુરી,
વિસામણ શાક માર્કેટ, એસ.ટી. ડેપો વગેરે સ્થળે વરસાદ ન હોવા છતાં અંધારપટ
હતા શહેરના લોકો હેરાન પરેશાન થઇ ગયેલ હતા.
કાનીયાડ, શીરવાણીયા, હડદડ વિગેરે ગામોમાં વરસાદ પડતા કૃષ્ણ સાગર તળાવ સમતલ થયેલ છે.


Loading...
Advertisement