18 ઈંચ વરસાદના કલાકોમાં જ શહેર ધબકતુ થઈ ગયું: કોઈ નુકશાન નહીં

13 August 2019 06:01 PM
Rajkot
  • 18 ઈંચ વરસાદના કલાકોમાં જ શહેર ધબકતુ થઈ ગયું: કોઈ નુકશાન નહીં

પ્રજા વિરોધી કોંગ્રેસને જળસંકટ દુર થયું એ પણ ન ગમ્યું :તંત્ર-ચૂંટાયેલા લોકોને ઉદય કાનગડના અભિનંદન

રાજકોટ તા.13
મહાપાલિકાની આજની સભામાં કોંગ્રેસે કરેલી ધમાલ વચ્ચે સ્ટે. કમીટી ચેરમેન ઉદય કાનગડે 18 ઈંચ વરસાદમાં પણ રાજકોટમાં કોઈ નુકશાન ન થયું અને તંત્ર તાબડતોબ હરકતમાં આવી ગયું જે કારણે લોકોને શકય એટલી તકલીફ રોકવામાં સફળ રહેલા મહાપાલિકા વહીવટી તંત્ર અને ફીલ્ડમાં પહોંચી જનાર કોર્પોરેટરની ટીમને અભિનંદન આપ્યા હતા.
કોંગ્રેસની ધમાલ વચ્ચે જવાબ આપતા પદાધિકારીએ જણાવ્યું હતું કે કોંગ્રેસની વિરોધની ભાષા પાકિસ્તાન જેવી અને પ્રજા વિરોધી છે. સારા વરસાદથી રાજકોટનું જળ સંકટ ટળી ગયું તે પણ કોંગ્રેસને દુખ્યું હોવાનું લાગે છે કારણ કે વડોદરામાં તો ભારે વરસાદ વચ્ચે બોટ તરતી હતી. રાજકોટ કોર્પો. તંત્રએ યુધ્ધના ધોરણે કામ કયુર્ં છે. છતા આવો વિરોધ રાજકોટની પ્રજાના વિરોધ જેવો જ છે.
મહાનગરમાં સંતોષકારક વરસાદથી લોકો રાજી છે. સરકાર પણ જોઈએ તેટલું પાણી આપે છે. પરંતુ કોંગ્રેસ તો માત્ર રાજકીય વિરોધ કરીને જનરલ બોર્ડને ઉંધા પાટે ચડાવવા પ્રયત્ન કરી રહી છે.


Loading...
Advertisement