અમરેલીનાં ચિતલમાં જુગાર રમતા છ શખ્સો ઝડપાયા

13 August 2019 05:58 PM
Amreli Crime
  • અમરેલીનાં ચિતલમાં જુગાર રમતા છ શખ્સો ઝડપાયા

ક્રાઇમ બ્રાંચે બાતમી આધારે રેઇડ પાડી પકડી પાડયા : ગુનો દાખલ

અમરેલી, તા. 13
અમરેલી જીલ્લાગમાંથી જુગારની બદીને દુર કરવા જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ દરોડા કરવા સુચના હોય જે અન્વયે તા.10 ના રોજ અમરેલી એલ.સી.બી.ટીમને બાતમી મળેલ કે, અમરેલી તાલુકાના ચિત્તલ ગામે વોરાવાડ નજીક ચિરાગ રાજેશભાઇ વાઘેલાના રહેણાંક મકાન પાસે જાહેરમાં કેટલાક ઇસમો જુગાર રમે છે જેથી બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા જુગાર રમતા ચિરાગ રાજેશ ઉર્ફે રાજુભાઇ વાઘેલા, રહે. ચિત્તલ, પ્રાગજીભાઇ પોપટભાઇ માંગરોળીયા, રહે. જસવંતગઢ, મનસુખભાઇ બાલાભાઇ માંગરોળીયા, રહે.ચિત્તલ, કૃષ્ણજસિંહ જામસિંહ સરવૈયા, રહે.ચિત્તલ, મગનભાઇ માવજીભાઇ ધંધુકીયા, રહે.ચિત્તલ, ગોરધનભાઇ રામજીભાઇ કુંભાણી, રહે.ચિત્તલ, મલી કુલ છ ઇસમો જુગાર રમતા રંગે હાથ રોકડા રૂપિયા 11,750 મોટર સાયકલ નંગ-ર, કિંમત રૂપિયા 50,000 મળી કુલ રૂપિયા 61,750ના મુદ્દામાલ સાથે ઝડપાય ગયેલ જે તમામ ઇસમો વિરૂધ્ધમ જુગારધારા તળે ધોરણસર કાર્યવાહી કરી પકડાયેલ ઇસમો તથા મુદ્દામાલ અમરેલી તાલુકા પોલીસ સ્ટે શનમાં સોંપી આપેલ છે.


Loading...
Advertisement