બાબરાના ઐતિહાસિક બ્રહ્મકુંડમાં પાણી ભરાયું

13 August 2019 05:56 PM
Amreli
  • બાબરાના ઐતિહાસિક બ્રહ્મકુંડમાં પાણી ભરાયું

બાબરા ખાતે આવેલ ઐતિહાસિક બ્રહ્મકુંડ નીલકંઠ મહાદેવ મંદિર ના બ્રહ્મકુંડ ભરાઈ ગયા છે લોકવાયકા મુજબ જ્યારે પાંડવો વનવાસમાં હતા ત્યારે નીલકંઠ મહાદેવ ની સ્થાપના પાંડવોના હસ્તે કરવામાં આવી હતી એ સમયે પાંડવો દ્વારા આ કુંડ બનાવવામાં આવ્યા હતા જેમાં તેઓ સ્નાન કરતા હતા છેલ્લા બે દિવસમાં સારા વરસાદથી ઐતિહાસિક બ્રહ્મકુંડ ભરાતા નીલકંઠ મહાદેવ મંદિરે આવતા ભાવિકોમાં હર્ષ ની લાગણી ઉભરાઈ છે ઉલ્લેખનીય છે કે ભાદરવી અમાસના દિવસે આ બ્રહ્મ કુંડમાં લોકો સ્નાન કરી ધન્યતા અનુભવશે. (તસ્વીર : દીપક કનૈયા - બાબરા)


Loading...
Advertisement