રાણપુરમાં શોભાના ગાંઠીયા જેવું માર્કેટીંગ યાર્ડ : ખેડુતો પરેશાન

13 August 2019 05:52 PM
Botad
  • રાણપુરમાં શોભાના ગાંઠીયા જેવું  માર્કેટીંગ યાર્ડ : ખેડુતો પરેશાન
  • રાણપુરમાં શોભાના ગાંઠીયા જેવું  માર્કેટીંગ યાર્ડ : ખેડુતો પરેશાન

રાણપુરમાં વર્ષોથી માર્કેટીંગ યાર્ડ બનાવવામાં આવેલ છે. પરંતુ સુવિધાના નામે બિલકુલ મીંડુ છે. રાણપુર માર્કેટીંગ યાર્ડમાં મેઇન ગેટ જ નથી તેથી પોપાબાઇનું રાજ હોઇ તેમ ગમે તે લોકો ગમે ત્યારે ત્યાં ઘુસી જાય છે. રાત્રે અનૈતિક પ્રવૃતિઓ પણ થાય છે. માર્કેટીંગ યાર્ડની દિવાલો બધી બાજુથી તૂટી ગઇ છે. રખડતા હરાયા ઢોર પણ ત્યાં ઘુસી જાય છે. વળી માર્કેટીંગ યાર્ડનો કાંટો છેલ્લા સાડા ત્રણ માસથી બંધ હોઇ લોકોને અન્યત્ર જવુ પડે છે. અત્યાર સુધી ડાયરેકટ સરકાર દ્વારા બોડી નોમીનેટ કરાયેલ હતી પણ કોઇ સુધારા વધારા કે વિકાસ થયો હોય તેમ દેખાતુ નથી હાલ રજીસ્ટ્રાર પાસે વહીવટ છે તેમ જાણવા મળેલ છે આ બાબત સેક્રેટરી ચંદુભા સાથે વાત કરતા જણાવેલ છે કે છેલ્લા એક મહિનાથી વજન કાંટો બંધ છે રીપેર કરાવવાની મંજુરી માંગેલ છે.
જ્યારે પૂર્વ ડાયરેકટર સાથે વાત કરતા જાણવા મળેલ છે કે આ વજન કાંટો છેલ્લા સાડા ત્રણ મહિનાથી બંધ છે. લાઇટો ચાલુ કરાવવાના રૂપિયા પણ મે આપેલા પછી મને ઘણા સમયે આપવામાં આવેલ તેમ નામ નહી આપવાની શરતે પૂર્વે ડાયરેકટરે કહેલ વધુમાં જણાવેલ કે વહીવટીકર્તા ભા.જ.પ.ના મોટુ માથુ હોઇ સરકારમાંથી છાવરવામાં આવે છે. અગાઉ પણ કોઇએ માર્કેટીંગ યાર્ડના કારોબાર વિષે માહિતી માગેલ પણ આપવામાં આવેલ નહી હવે નવી બોડી બને અને સ્વચ્છ વહીવટ આવે તેનું ખેડૂતો ઇચ્છી રહ્યા છે. ખેડૂતોના જણાવ્યા મજુબ માલ પડયો રહેતો નથી માર્કેટીંગ યાર્ડના ઉપરથી પતરા પણ લોકો ઉખાડી જાય છે પીવાના પાણીની પણ વ્યવસ્થા નથી વજનકાંટાના અભાવે બે પ્રાઇવેટ વજનકાંટા છે ત્યાં વજન કરાવવા જવું પડે છે. આ બાબત ખેડૂતોને અવારનવાર મૌખિક રજુઆતો કરેલ છે પણ પરીણામ શૂન્ય આવેલ છે.


Loading...
Advertisement