સાંજ સુધીમાં આઇએએસ ગૌરવ દહિયાને હાજર થવા ગાંધીનગર પોલીસનું અલ્ટીમેટમ

13 August 2019 05:50 PM
Gujarat
  • સાંજ સુધીમાં આઇએએસ ગૌરવ દહિયાને હાજર થવા ગાંધીનગર પોલીસનું અલ્ટીમેટમ

સાત દિવસમાં હાજર થવાની નોટીસનો સમય પૂર્ણ : નિવાસ સ્થાન બંધ હોય દરવાજે નોટીસ ચિપકાવાઇ

ગાંધીનગર તા.13
રાજ્યમાં ચર્ચાસ્પદ સનદી અધિકારી ડો.ગૌરવ દહીયા ના કેસમાં આજે પોલીસ સમક્ષ હાજર થવાનું ફરમાન કરવામાં આવ્યું છે. આઈ.એ.એસ.અધિકારી ડો. ગૌરવ દહીયા સામે દિલ્હીની મહિલાએ કરેલા આક્ષેપો મામલે ગૌરવ દહિયા નું નિવેદન નોંધાવવા માટે ગાંધીનગર પોલીસ દ્વારા અગાઉ નોટિસ પાઠવવામાં આવી હતી અને સાત દિવસનો સમય આપવામાં આવ્યો હતો. પરંતુ ગૌરવ દહિયા પોલીસ સમક્ષ હાજર નહીં થવાના કારણે ગાંધીનગર પોલીસ દ્વારા તેમના ઘર ઉપર નોટિસ ચોંટાડવામાં આવી હતી અને આજે સાંજ સુધીમાં પોલીસની પુછપરછ માટે હાજર થવા માટે સૂચના આપવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હીની મહિલા લીનું સિંઘે ગૌરવ દરિયા સામે વિશ્વાસઘાત અને છેતરપિંડી નો આરોપ લગાવ્યો છે .એટલું જ નહીં દીકરીના જન્મ બાદ ગૌરવ દહિયા એ મહિલાની તરછોડી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ ગૌરવ દહિયાએ દિલ્હીની આ યુવતી લીનું સિંગ બ્લેકમેઈલિંગ કરતી હોવાનો આક્ષેપ કર્યો છે.
જોકે સમગ્ર ઘટના પ્રકાશમાં આવતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા મહિલા આઈએએસ અધિકારી સુનયના તોમર ની અધ્યક્ષતા માં તપાસ કમિટીની રચના કરી હતી જેમાં ગૌરવ દહિયા ની પણ પૂછપરછ કરવામાં આવી હતી. અને તેને રજૂ કરેલા પુરાવાઓ કમીટીએ ચકાસ્યા હતા એટલું જ નહીં તેની પ્રથમ કાયદેસરની પત્નીના પરિવારજનો ની પણ કમિટીએ પૂછપરછ કરી હતી. જોકે આ કેસમાં પોલીસની ભીંસ વધતા ગૌરવ દહિયા આજ સાંજ સુધીમાં પોલીસ સમક્ષ હાજર થશે.
તો બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા બનાવાયેલી કમિટી એ તેનો પ્રથમ રિપોર્ટ સરકાર (મુખ્યમંત્રી) સમક્ષ સુપ્રત કરી દીધો છે .જેમાં કાયદાકીય રીતે ગૌરવ દહિયા ને સસ્પેન્ડ કરવાની ભલામણ કરી હોવાનું મનાઈ રહ્યું છે.


Loading...
Advertisement