ગોંડલના બોગસ બીલીંગ કૌભાંડમાં સીજીએસટી ટીમના દરોડા

13 August 2019 05:40 PM
Gondal Crime
  • ગોંડલના બોગસ બીલીંગ કૌભાંડમાં સીજીએસટી ટીમના દરોડા

જેલચોક-કૈલાસ કોમ્પ્લેક્ષ પાસેની વેપારી પેઢીઓમાં ચેકીંગ હાથ ધરાતા કૌભાંડીઓમાં ફફડાટ

ગોંડલ તા.13
ગોંડલ શહેરના જેલચોક તેમજ કૈલાશ કોમ્પલેક્ષની પાસે આવેલ વેપારી પેઢીઓ પર સીજીએસટી ટીમે દરોડા પાડી ચેકિંગ કાર્યવાહી હાથ ધરતા કૌભાંડીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ દેશમાં જીએસટી લાગુ પડયા બાદ જીએસટી બિલિંગ કૌભાંડ કેન્દ્ર બિંદુ ગોંડલ સાબિત થવા પામ્યું હતું અને 500 કરોડથી પણ વધારે બોગસ બિલિંગનો આંકડો બહાર આવ્યો હતો કેટલાક ઉદ્યોગપતિઓની ધરપકડ પણ થવા પામી હતી અને જેલની સજા પણ થઇ હતી અને હજુ ઘણી પેઢીઓની તપાસ જીએસટી ટીમ દ્વારા ચલાવવામાં પણ આવી રહી છે ત્યારે શહેરના જેલચોક પાસે અને કૈલાશ કોમ્પલેક્ષ પાસે કેટલાક વેપારીઓ દ્વારા બોગસ બિલિંગ કરવામાં આવતું હોય જે અંગે સીજીએસટી ટીમ દ્વારા દરોડો પાડી તપાસ હાથ ધરાતા શહેરમાં ચર્ચાનો વિષય બની જવા પામ્યો હતો.
દરોડા કાર્યવાહી અંગે સીજીએસટી અને જીએસટી ટીમના અધિકારીઓએ મૌન સેવ્યું હતું અને રાજકોટ સ્થિત સીએસટીના અધિકારીઓએ જણાવ્યું હતું કે અમારી અનેક બ્રાન્ચ હોય છે કઈ બ્રાન્ચે દરોડો કર્યો છે તે અમને ખ્યાલ નથી તેવો જવાબ આપ્યો હતો.


Loading...
Advertisement