ગોંડલમાં વીજપોલમાંથી શોર્ટ લાગતા આખલાનું મોત

13 August 2019 05:29 PM
Gondal
  • ગોંડલમાં વીજપોલમાંથી શોર્ટ લાગતા આખલાનું મોત

પાલિકાના જનસેવા કેન્દ્ર પાસે ઘટના

ગોંડલ શહેરના જેલ ચોક વિક્રમસિંહ રોડ અને પાલિકાના જનસેવા કેન્દ્ર ની દીવાલે જ વ્યાપક પ્રમાણમાં કચરો ભેગો થતો હોય પશુધન તેને ખાવા માટે પહોંચી જતું હોય છે ત્યારે ચોમાસાની સિઝનમાં આ જગ્યા પર વીજપોલ માંથી આખલાને કરંટ લાગતા તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું ઘટનાને પગલે ગૌ ભક્તોમાં રોષ ફેલાયો હતો ગાયને કરંટ લાગવાની જાણ ગૌ ભક્ત રાજુભાઈ ખંધેડિયા ને થતા તેઓ દ્વારા પીજીવીસીએલ તંત્રને જાણ કરાઇ હતી તાકીદે ાલદભહ ની ટીમ દોડી આવી વીજપુરવઠો બંધ કર્યો હતો અને ઘટના અંગે અધિકારીને રિપોર્ટ કર્યો હતો.
અત્રે એ ઉલ્લેખનીય છે કે શહેર તેમજ તાલુકામાં વીજપોલ દ્વારા કરંટ લાગવાથી અનેક પશુધન ના મોત નિપજ્યા હતા પશુધનને કરંટ લાગવાની ઘટના પીજીવીસીએલ તંત્રની પ્રિમોન્સુન કામગીરી બેદરકારી છતી કરી રહ્યું છે.


Loading...
Advertisement