જૂનાગઢમાં ભોલેનાથ ગ્રુપ દ્વારા સોમનાથમાં ભંડારાની સેવા : ભાવિકોને ફરાળનું વિતરણ

13 August 2019 05:27 PM
Junagadh
  • જૂનાગઢમાં ભોલેનાથ ગ્રુપ દ્વારા સોમનાથમાં ભંડારાની સેવા : ભાવિકોને ફરાળનું વિતરણ

કોળી સમાજ ગ્રુપ સહિતના અનેક ગ્રુપોની પ્રસાદની સેવા

વેરાવળ તા.13
જુનાગઢનું ભોલેનાથ ગ્રુપ છેલ્લા દસ વર્ષથી શ્રાવણમાં સોમનાથ મંદિરે પદયાત્રા કરી પહોચે છે તે મુજબ આજે ગ્રુપના 400 સભ્યોમ પગપાળા સોમનાથ મંદિરે પહોંચી વાજતે-ગાજતે મહાદેવને ધ્વજારોહણ કરેલ હતું. ત્યાોરબાદ ભોલેનાથ ગ્રુપના સભ્યો એ મંદિર પરીસરમાં ભંડારા થકી યાત્રાઘામમાં આવતા ભાવિકોને મહાપ્રસાદ રૂપી ફરાળ કરાવી અન્નસય સેવા કરતા નજરે પડતા હતા કોળી સમાજના હિરાભાઇ સોલંકીના ગ્રુપના રમેશભાઇ કેશવાલા સહીતના સભ્યોકએ પણ દિવસભર ભંડારા થકી ફરાળી પ્રસાદ પીરસવાની સેવા કરી હતી. આ ઉપરાંત પણ અન્યડ બે જેટલી સંસ્થા ઓએ પણ ભંડારા થકી પ્રસાદ વિતરણ કરતા નજરે પડતા હતા. ભંડારા થકી વિતરણ થતી પ્રસાદીનો મોટી સંખ્યા માં ભાવિકોએ લાભ લીઘો હતો.
કોળી સમાજના નેતા એવા ભાજપના માજી સંસદીય સચિવ હિરાભાઈ સોલંકી જાફરાબાદથી પદયાત્રાની શરૂઆત કરી ત્રણ દિવસમાં 13પ કી.મી. નું પગપાળા અંતર કાપી ગઇ કાલે વ્હેઆલી સવારે સોમનાથ મંદિરે પહોંચ્યા હતા. પદયાત્રામાં હિરાભાઇ સોલંકી સાથે ઠેર-ઠેરથી કોળી સમાજ સહિત વિવિઘ સમુદાયના લોકો જોડાયા હતા. શ્રાવણના બીજા સોમવારે આજે સવારે હિરાભાઇ સોલંકીએ પરીવાર સહિત મોટી સંખ્યાયમાં હાજર કોળી સમાજના લોકોની સાથે વાજતે-ગાજતે સોમનાથ મહાદેવનું પૂજન કરી ઘ્વલજા ચડાવી હતી. આ તકે હિરાભાઇ સોલંકીએ વાતચીતમાં જણાવેલ કે, જમ્મુમ કાશ્મીરમાંથી કલમ 370 ની કલમ નાબૂદ કરવાનો મોદી સરકારના ઐતિહાસીક નિર્ણયની ખુશીમાં અને આગામી દિવસોમાં લદાખ અને જમ્મુ-કાશ્મીર રાજયનો સર્વાગી વિકાસ થાય તે માટે સોમનાથ મહાદેવને ધવજારોહણ કરેલ હોવાનું જણાવેલ હતું.


Loading...
Advertisement