વિસાવદરનાં પ્રેમપરાની સીમમાં ઢોર ચરાવતી સગર્ભાના પેટ પર પાટા મારતા કસુવાવડ : ફરિયાદ

13 August 2019 05:17 PM
Junagadh Crime
  • વિસાવદરનાં પ્રેમપરાની સીમમાં ઢોર ચરાવતી સગર્ભાના પેટ પર પાટા મારતા કસુવાવડ : ફરિયાદ

ગામના જ શખ્સ સામે પોલીસથી ચકચાર જાગી : તપાસનો ધમધમાટ

જૂનાગઢના વિસાવદર તાબેના પ્રેમપરા ગામની સીમમાં ભેંસ ચરાવતી મહિલા પર તો અહીં શું કામ ભેસો ચરાવે છે એવું કહી ઉશ્કેરાઇ જય આરોપીએ લાકડી વડે હુમલો કર્યો હતો મહિલા સગર્ભા હોય પેટમાં પાટું મારી દેતા મહિલાને કસુવાવડ થઈ જવા પામી હતી બાદમાં મહિલાના પરિવારે બનાવના સ્થળે પહોંચી 108 મારફતે પ્રથમ વિસાવદર અને બાદમાં જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાવું પડ્યું હતું.
આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર જૂનાગઢના વિસાવદર તાબેના પ્રેમપરા ગામની સીમમાં ફરિયાદી લખીબેન જીવરાજભાઇ જગાભાઇ પરમાર ઉ.વ.35 રહે.પ્રેમપરા, દાજીયાપરા વિસ્તાર વાળા લગભગ બપોરના સુમારે પોતાની ભેંસો ચરાવતા હતા ત્યારે આરોપી દુલાભાઇ માવળીયા રહે.પ્રેમપરા વાળો આવી પહોંચ્યો હતો આ કામના ફરિ. સેરખીયા વાડી વિસ્તારમાં પોતાની ભેંસો ચરાવતા હતા. ત્યારે આ કામના આરોપીએ દુલાભાઈ માવળીયા પાછળથી આ ફરીયાદી લાખી બેનને થપ્પ્ડ મારતા ફરી. બેન પડી ગયેલ અને ત્યારબાદ આરોપીએ પોતાની પાસે રહેલ લાકડાથી ફરિયાદી બેન ગર્ભવતી હોય પેટ ઉપર બે-ત્રણ ઘા મારતા ફરી.એ શુ કામ મારો છો તેમ કહેતા આરોપી કહેવા લાગેલ કે તું શુ કામ અહી ભેંસો ચરાવે છો તો ફરીયાદી એ કહેલ કે આતો ગામની ગૌચરની જમીન છે તમારી માલીકીની નથી એટલે આરોપી એકદમ ઉશ્કેરાઈ ગયેલ અને ફરીયાદી ને ગુપ્ત ભાગના સાથળે પાટા મારી ભુડી ગાળો બોલી ફરી.ને આઠેક માસનો ગર્ભ હોય જે અડધુ બાળક બહાર નીકળી ગયેલ દરમ્યાન ફરીયાદી ના પતિ જીવરાજ ભાય આવી જતા તેમને 108 ને બોલાવતા ત્યારે આ કામનાં આરોપીએ ફરીયાદી પક્ષને રૂપીયા બે લાખ આપવાની લાલચ આપી પોલીસ ફરિયાદ નહિં કરવા જણાવેલ અને જો એમ નહિં કરે તો ફરિ.ને તથા તેના પતિને જાનથી મારી નાખવાની ધમકી પણ આપેલ ધમકીને વશ ન થાય ફરિયાદીએ પોલીસને પોતાની ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી હતી આ બનાવની તપાસ કે.કે.ઝાલા પો.ઈન્સ,.વિસાવદર ચલાવી રહ્યા છે.


Loading...
Advertisement