પ્રદૂષણના પાપે નિર્વ્યસનીઓ બની રહ્યા છે ફેફસાના કેન્સરનો ભોગ

13 August 2019 05:15 PM
Health
  • પ્રદૂષણના પાપે નિર્વ્યસનીઓ બની રહ્યા છે ફેફસાના કેન્સરનો ભોગ

નવી દિલ્હી ત.13
આમ તો ફેફસાનું કેન્સર એવા લોકોને વધારે થતું હોય છે, જે ધુમ્રપાન, તમાકુના આદી હોય પરંતુ હવે એક ચોંકાવનારી વાસ્તવિકતા બહાર આવી છે, જેમને આવી કોઈ આદત નથી તેવા લોકો પર ફેફસાના કેન્સરનો ભોગ બની રહ્યા છે, અને તેના માટે જવાબદાર છે પ્રદૂષિત હવા.
દિલ્હીના પ્રદૂષિત હવાથી બીડી, સિગરેટ કે તમાકુને હાથ પણ ન લગાવનાર લોકો ઝડપથી કેન્સરનો ભોગ બન્યાનો ઘટસ્ફોટ દિલ્હીની સર ગંગારામ હોસ્પીટલના સેન્ટર ફોર ચેસ્ટ સર્જરી અનેલંગ કેર ફાઉન્ડેશન દ્વારા કરાયેલા અભ્યાસમાં થયો છે.આ અભ્યાસમાં એવો પર્દાફાશ થયો છે કે લંગ (ફેફસા) કેન્સરની સર્જરી કરાવનારા 70 ટકા લોકોની વય 50 વર્ષથી ઓછી હતી અને તે બધા લોકો નોન સ્મોકર હતા તો 30 વર્ષથી ઓછી વય જુથનામાં એક પણ વ્યક્તિ સ્મોકર નહોતા.


Loading...
Advertisement