ઉપલેટામાં વાડીમાંથી બાઈક ચલાવવા બાબતે આધેડ પર પિતા-પુત્રનો હુમલો

13 August 2019 05:15 PM
Dhoraji Crime
  • ઉપલેટામાં વાડીમાંથી બાઈક ચલાવવા બાબતે આધેડ પર પિતા-પુત્રનો હુમલો

ઉપલેટાના કોલકી ખરવાડ પ્લોટની પાસે રહેતા કોળી વૃધ્ધને વાડીમાંથી ચાલવા બાબતે વાડી માલીક પિતા પુત્રએ લાકડાના ધોકા વડે માર માર્યો હતો જે અંગે ઉપલેટામાં ફરિયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત વિગતો મુજબ ઉપલેટાના કોલકી ખરવાડા પ્લોટ અવેડાની બાજુમાં રહેતા મજુરીકામ કરતા ઘનશ્યામ છગન રાહાણી (ઉ.41) નામના કોળી આધેડ ગામમાં ખેતીકામ કરી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. ગઈકાલે બપોરના સમયે કોળી આધેડ દિપક પટેલની વાડીએ કપાસ વિણવાની મજુરીકામ કરવા માટે ગયા હતા. મજુરીકામ કરી માતા સંકુડીબેનને પાછળ મોટર સાયકલમાં બેસાડી ઝુપડે જવા માટે બીપીન અમૃતીયાની વાડીમાંથી નીકળયા હતા. તે વખતે બિપીનભાઈ તથા તેમના દિકરાએ ગાડી ઉભી રખાવી અમારી વાડીમાં કોઈ રસ્તો નથી. જેથી વાડીમાંથી બાઈક લઈ નિકળતો નહીં કહી ગાળો આપી હતી. જે ગાળો આપવાની ના પાડતા બિપીનના પુત્રએ કુહાડીના હાથા વડે વાસમાં ત્રણથી ચાર ઘા માર્યા હતા જે માર મારવાથી તેમના માતાએ વચ્ચે પડી છોડાવ્યા હતા. શરીરે મુંઢમાર ઈજા થતા કોળી આધેડે ઉપલેટાના સરકારી દવાખાને સારવાર લઈ ઉપલેટા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદના આધારે પોલીસ હે.કો. બી.સી. સોલંકીએ વધુ તપાસ હાથ ધરી છે.


Loading...
Advertisement