પ્રિયંકા ગાંધી સોનભદ્રના હત્યાકાંડના પીડિતાના પરિવારને ફરી મળશે

13 August 2019 05:14 PM
India Politics
  • પ્રિયંકા ગાંધી સોનભદ્રના હત્યાકાંડના પીડિતાના પરિવારને ફરી મળશે

વારાણસી તા.13
કોંગ્રેસની મહાસચિવ અને પુર્વી યુપીના પ્રભારી પ્રિયંકા ગાંધી વાડ્રા સોનભદ્ર પહોંચવા માટે વારાણસી પહોંચી ગઈ છે, અહીંથી તે સોનભદ્રના ઉભ્ભા ગામ જઈ ગોલીકાંડમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને મળશે.
ઉલ્લેખનીય છે કે 17 જુલાઈના રોજ થયેલા ગોલીકાંડ બાદ પણ પીડિતો સાથે મુલાકાત માટે પ્રિયંકા પહોંચી હતી પણ સતાધીશોએ તેમને રસ્તામાં રોકીને નજરબંધ કર્યા હતા.
બાદમાં કેટલાક પરિવારજનો સાથે પ્રિયંકાની મુલાકાત કરવા દેવાઈ હતી. ત્યારે જ પ્રિયંકાએ કહ્યું હતું કે દરેક પીડિતોને મળવા તે ગામમાં જ મળવા જલદી જશે.
પ્રિયંકાને આવકારવા કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા લલ્લુસિંહ, રામનગર પાલિકા પરિષદના અધ્યક્ષ રેખા શર્મા, પુર્વ ધારાસભ્ય લલિતેશ ત્રિપાઠી વગેરે બાબતપુરના એરપોર્ટ પર પહોંચ્યા હતા.


Loading...
Advertisement