સરદાર પટેલની જન્મજયંતીએ સ્ટેચ્યુ ઓફ યુનીટી ખાતે પ્રજાસતાક દિન જેવી જ ભવ્ય પરેડ યોજાશે

13 August 2019 05:12 PM
Gujarat India
  • સરદાર પટેલની જન્મજયંતીએ સ્ટેચ્યુ ઓફ યુનીટી ખાતે પ્રજાસતાક દિન જેવી જ ભવ્ય પરેડ યોજાશે

લોહ પુરુષના નામે એવોર્ડની સ્થાપના કરાશે

નવી દિલ્હી તા.13
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની એનડીએ સરકાર ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના નામે નવો વાર્ષિક એવોર્ડ સ્થાપવા જઈ રહી છે. દેશમા એકતા મજબૂત કરવા યોગદાન આપનારી વ્યક્તિઓ અને પોલીસ કર્મચારીઓને આ એવોર્ડ અપાશે.
એક વરિષ્ઠ આઈપીએસ અધિકારીએ જણાવ્યું હતું કે રાષ્ટ્ર ઘડતરમાં વ્યક્તિગત રીતે પ્રદાન આપનારા લોકોને બિરદાવવા અને સન્માનવા આ એવોર્ડ એનાયત થનાર હોવાથી એ વિશિષ્ટ હશે.
વળી, પ્રજાસતાક દિનની ઉજવણીને સમાંતર સરકાર 31 ઓકટોબર, સરદાર પટેલની જન્મજયંતીએ સ્ટેચ્યુ ઓફ યુનીટી ખાતે મેગા શો યોજાશે.
ગૃહમંત્રાલયને વાર્ષિક એવોર્ડની રૂપરેખા ઘડી કાઢવા જણાવાયું છે. રાષ્ટ્રઘડતરમાં અનેરું પ્રદાન આપનારી વ્યક્તિને જ આ એવોર્ડ અપાશે. સૂત્રોના જણાવ્યા મુજબ અધિકારીઓ અને વ્યક્તિઓની પસંદગી માટે સમીતી રચાશે. તેમની કામગીરીની ગુપ્તચર એજન્સીઓ બારીકાઈથી ચકાસણી કરશે.
વળી, સરદાર વલ્લભભાઈ પટેલના નામે આપનારો એવોર્ડ ભલામણ અથવા નોમીનેશન આધારે નહીં થાય. એવોર્ડ મેળવનારી વ્યક્તિની કામગીરી અને દેશ પ્રત્યે પ્રતિબદ્ધતાને ધ્યાનમાં રાખીને જ પસંદગી થશે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે સરકારે તમામ રાજયોની પોલીસ અને પોલીસ સંગઠનોને 31 ઓકટોબરે પ્રજાસતાક દિન પરેડ સ્ટેચ્યુ ઓફ યુનીટી ખાતે યોજવા જણાવ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સરદાર પટેલની વાર્ષિક જન્મજયંતિની ઉજવણી સ્ટેચ્યુ ઓફ યુનીટી ખાતે કરાશે અને એ નીમીતે દર વર્ષે ત્રણ કે ચાર રાજયોની પરેશ અને પ્રદર્શન યોજાશે. નવી દિલ્હીમાં પ્રજાસતાક દિન નિમિતે રાજપથ ખાતે યોજાતી પરેડ જેવો જ આ કાર્યક્રમ થશે.


Loading...
Advertisement