ઉપલેટામાં જન્માષ્ટમીની વિશાળ શોભાયાત્રા નિકળશે

13 August 2019 05:10 PM
Dhoraji
  • ઉપલેટામાં જન્માષ્ટમીની વિશાળ શોભાયાત્રા નિકળશે

હાથી-ઘોડા-શણગારેલા રથ અને ધમાલનૃત્ય આકર્ષણનું કેન્દ્ર બનશે

(જગદીશ રાઠોડ દ્વારા)
ઉપલેટા તા.13
શ્રી કૃષ્ણના જન્મને વધાવવા દર વર્ષની જેમ આ વર્ષ પણ ઉપલેટાના સેવાભાવી ક્રિષ્ના ગ્રુપ દ્વારા શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.
આ શોભાયાત્રા તા.24ના સવારે 8 વાગ્યે અહીંની આદર્શ સોસાયટીમાં આવેલ ત્રિલોકનાથ મહાદેવ મંદિર ખાતેથી પ્રસ્થાન કરશે. આ શોભાયાત્રામાં હાથી, ઘોડા, ઉંટગાડી, બળદગાડા, જુદી જુદી રાસ મંડળીઓ, તાલાળાનું પ્રખ્યાત ધમાલ નૃત્ય, બેન્ડ પાર્ટી ડી.જે. તેમજ ભગવાન શ્રીરામ, લક્ષ્મણ, સીતા, હનુમાન, શ્રી કૃષ્ણ રાધા અને શિવજીની ભવ્ય બરફની શિવલીંગ, દેશના વીર શહિદો ભગતસિંહ, શિવાજી મહારાજ, મહારાણા પ્રતાપ અને રાજા મહારાજ જેવા અનેક ધાર્મિક તેમજ સામાજીક અને દેશભકિતના ફલોટો બનાવામાં આવશે આ વર્ષે જન્માષ્ટમી નિમિત્તે નગરજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે.
આ શોભાયાત્રા બસ સ્ટેન્ડ ચોક, રાજમાર્ગો, બાપુના બાવલા ચોક, ગાંધી ચોક, જીકરીયા ચોક, સોની બજાર, દરબારગઢ ચોક, નાગનાથ ચોક થઈ સોમનાથ મંદિરે પૂર્ણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં શહેર તેમજ તાલુકાના ભાઈ બહેનો યુવાનો બાળકો તેમજ વિવિધ સામાજીક સેવાકીય અને ધાર્મિક સંસ્થાના આગેવાનોને જોડાવા ક્રિષ્ના ગ્રુપના આયોજકો જાહેર આમંત્રણ પાઠવેલ છે. શોભાયાત્રાની વધુ માહિતી મેળવવા માટે ક્રિષ્ના ગ્રુપ કાર્યાલય, સ્વ. ગોવિંદભાઈ પી. સુવા માર્ગ, પોલીસ લાઈન પાછળ ઉપલેટા મો. 83474 74783, 99044 80999, 97141 11180 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવેલ છે.


Loading...
Advertisement