શું આપ નેટ પર પોર્ન જુઓ છો? સાવધાન, કોઈ રેકોર્ડીંગ કરી બ્લેક મેઈલ કરી શકે છે

13 August 2019 05:10 PM
India Technology
  • શું આપ નેટ પર પોર્ન જુઓ છો? સાવધાન, કોઈ રેકોર્ડીંગ કરી બ્લેક મેઈલ કરી શકે છે

સાઈબર નિષ્ણાંતોએ ‘સ્પામબોટ’ નામનો એક પ્રોગ્રામ પકડી પાડયો છે, જે આપના કોમ્પ્યુટરમાં ઘુસી શકે છે

નવી દિલ્હી તા.13
શું તમે ઈન્ટરનેટ પર પોર્ન વિડીયો જુઓ છો? તો આ આપને ભારે પડી શકે છે. કારણ કે આપને ખબર પણ ન પડે તે રીતે પોર્ન જોવા દરમિયાનનો આપનો વિડીયો કોઈ રેકોર્ડ કરી શકે છે. અને બાદમાં કોઈ આપને મેઈલ મોકલી બ્લેક મેઈલીંગ કરી પૈસાની માંગણી કરી શકે છે, અને જો બ્લેક મેઈલરના ખાતામાં માંગેલી રકમ જમા ન કરાવી તો આપનો વિડીયો ફેમીલી, ફ્રેન્ડઝ કે સોશ્યલ મીડીયામાં અપલોડ કરવાની ધમકી અપાય છે.
સાઈબર સિકયોરીટી એકસપર્ટે એક ‘સ્પેમબોટ’નો પતો મેળવ્યો છે. જે યુઝર્સને પોર્ન જોતી વેળા રેકોર્ડ કરે છે. ન્યાય બાદ રેકોર્ડીંગની મદદથી આ બોટ સેકસ્યુઅલ બ્લેક મેઈલીંગ કે સેકસટોર્શનનું કામ કરે છે. આ સ્પેમ બોટ એક પ્રકારનો પ્રોગ્રામ છે. જેને ઈન્ટરનેટથી ઈમેલ એડ્રેસ મેળવવામાં અને વણ ઈચ્છીત મેલ મોકલવા માટે ડિઝાઈન કરવામાં આવ્યો છે.
સ્પેમબોટનું નામ ટફયિક્ષુસુ છે અને તેનો પતો ફ્રાન્સમાંથી લાગ્યો છે. જયાં સ્માર્ટફોન પ્રમોશંસ માટે આ સ્પેમબોટ ઈમેલ્સ મોકલી રહ્યો છે. જો કે, ટફયિક્ષસુ એ એક નવું વેરીયેટ સેકસટોર્સન શરૂ કર્યું છે. જેમાં દાવો કરાયો છે કે હેકર વાયરસની મદદથી કોમ્પ્યુટરના એકસેસ મેળવી રહ્યા છે. ત્યારબાદ એડલ્ટ વેબસાઈટ પર જવા અને પોર્ન જોવા પર યુઝર્સને આ બોટ રેકોર્ડ કરી લે છે. રિપોર્ટમાં કહેવાયું છે કે વિકટીમ યુઝર્સનો પોર્નોગ્રાફીનો એક ખાસ ટેસ્ટ હોય છે અને હેકર તેના કોમ્પ્યુટર પર રિમોટ ક્ધટ્રોલ હાંસલ કરી લે છે, રિપોર્ટમાં કહેવાયું છે કે વિકટીમ યુઝર્સનો પોર્નોગ્રાફીનો એક ખાસ ટેસ્ટ હોય છે અને હેકર તેના કોમ્પ્યુટર પર રિમોટ ક્ધટ્રોલ હાંસલ કરી લે છે, અલબત, હજુ તો આવા કિસ્સાની સાથે જોડાયેલા કોઈ મજબૂત પુરાવા બહાર નથી આવ્યા. પરંતુ બહેતર છે કે કોઈ અજાણ્યા સોર્ચમાંથી ફાઈલ અને એટેચમેન્ટ ડાઉનલોડ કરતા પહેલા સાવધાન રહેવામાં જ સમજદારી છે.


Loading...
Advertisement