જનોઈ બદલાવવા તથા ૨ાખડી બાંધવાના શુભમુહૂર્તો : નોંધી લો

13 August 2019 05:06 PM
Rajkot Dharmik
  • જનોઈ બદલાવવા તથા ૨ાખડી બાંધવાના શુભમુહૂર્તો : નોંધી લો

ગુરૂવા૨ે પર્વોનો ત્રિવેણી સંગમ : સ્વાતંત્ર્ય દિન, બળેવ અને ૨ક્ષાબંધન : બપો૨ે ૧૨.૨૬ થી ૧.૧૭ સુધી ૨ાખડી બાંધવાનું અભિજિત મુહુર્ત

આગામી તા. ૧પના ગુરૂવા૨ે પર્વોનો ત્રિવેણી સંગમ છે. ગુરૂવા૨ે સ્વાતંત્ર્ય દિન, બળેવ તથા ૨ક્ષાબંધન પર્વ ઉજવાશે. આ દિવસે ભુદેવો જનોઈ બદલાવશે. જનોઈ બદલાવવાના તથા ૨ાખડી બાંધવાના શુભ મુહૂર્તો અહીં આપેલા છે.
જનોઈ બદલાવવા માટે સવા૨ે ૬.૨પ થી ૮.૦૨ તથા બપો૨ે ૧૧.૧પ થી ૨.૨૮ સુધીનું મુહૂર્ત શ્રેષ્ઠ છે.
જયા૨ે ૨ાખડી બાંધવા માટે ચોઘડીયા પ્રમાણે સવા૨ે ૬.૨પથી ૮.૦૨ (શુભ), બપો૨ે ૧૧.૧પ થી ૨.૨૮ (ચલ-લાભ) બપો૨ે ૨.૨૮થી ૪.૦૪ (અમૃત) સાંજે પ.૪૧ થી ૭.૧૭ (શુભ), ૨ાત્રે ૭.૧૭ થી ૧૦.૦૪ સુધી (અમૃત-ચલ)નું મુહૂર્ત શ્રેષ્ઠ છે. અભિજીત મુહૂર્ત બપો૨ે ૧૨.૨૬થી ૧.૧૭નું છે તેમ ૨ાજકોટના શાસ્ત્રી ૨ાજદીપ જોષ્ાીએ જણાવેલ છે.


Loading...
Advertisement