વીરપુરમાં દારૂના કેસમાં રૂ.25 હજારની લાંચ લેતા કોન્સ્ટેબલ સહિત બે સપડાયા

13 August 2019 04:48 PM
Saurashtra
  • વીરપુરમાં દારૂના કેસમાં રૂ.25 હજારની લાંચ લેતા કોન્સ્ટેબલ સહિત બે સપડાયા

દારૂના કેસમાં આરોપીને પોલીસ મથકમાંથી જ જામીન મુક્ત કરવા 1 લાખ માંગ્યા બાદ રૂ 25 હજાર નક્કી થયા હતા: કોન્સ્ટેબલ વતી તેનો માણસ મોબાઈલ દુકાનદાર લાંચ લેતા એસીબીના છટકામાં રંગેહાથ ઝડપાયો

રાજકોટ, તા 13
જેતપુરમાં કોન્સ્ટેબલ અને ડીવાયએસપી આઠ લાખની લાંચમાં સપડાયાનું પ્રકરણ હજુ ભુલાયું નથી ત્યાં અહીં વીરપુરમાં કોન્સ્ટેબલ વતી રૂ.25 હજારની લાંચ લેતા તેનો માણસ મોબાઇલ દુકાનદાર રંગેહાથ ઝડપાયો હતો.દારૂના ગુનામાં આરોપીને જામીનમુક્ત કરવા માટે રૂ 1 લાખની લાંચ માંગી હતી.બાદમાં રકઝકના અંતે રૂ. 25 હજાર નક્કી થયા હતા. દરમિયાન કોન્સ્ટેબલ વતી લાંચ લેવા આવેલો તેનો માણસ એસીબીના છટકામાં આબાદ ઝડપાયો હતો.પોલીસે આ અંગે ગુનો નોંધી નાસી ગયેલા કોન્સ્ટેબલને પકડી લેવા તપાસ હાથ ધરી છે.
એસીબીની આ ટ્રેપની જાણવા મળતી વિગતો મુજબ એક જાગૃત નાગરિક તરફથી વિરપૂરના કોન્સેબલે રૂ.25 હજારની લાંચ માંગી હોવાની ફરિયાદ એ.સી.બી ને મળતા પી.આઈ એમ.બી.જાનીની રાહબરીમાં મોરબી એસીબી,સુરેન્દ્રનગર એસીબીની ટીમ દ્વારા છટકું ગોઠવી વીરપુર કોન્સ્ટેબલ અશ્વીન સિંહ નીરુભા વતી રૂ.25 હજારની લાંચ લેતા તેનો માણસ રાજેન્દ્ર સિંહ પ્રતાપસિહ કે જેની વીરપુરમાં જ દુકાન આવેલી હોઈ પોતાની દુકાને લાંચની રકમ સ્વીકારવા રંગેહાથ ઝડપાઇ ગયો હતો.
આ અંગે એસીબીના સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ ફરીયાદી તથા તેના મિત્રો તા-9/8/19 ના રોજ દારુ પીધેલ હાલત મા પકડાયેલ હોય તેમને જામીનમુકત કરવાના અવેજ પેટે રૂ.1,00,000/- ની માંગણી કરી હતી. અને રકઝક ના અંતે રૂ. 25000/- આપવાનું નક્કી થયું હતું. પરંતુ ફરીયાદી લાંચ આપવા માંગતા ન હોય જેથી એસીબી ટોલ ફ્રી નંબર ઉપર સંપર્ક કરી ફરીયાદ આપતા જે અન્વયે એસીબી દ્વારા છટકું ગોઠવતા છટકા દરમ્યાન પોતાની મોબાઇલની દુકાન પર કોન્સેબલ વતી લાંચ લેતા તેનો મિત્ર આરોપી રાજેન્દ્રસિંહ રંગેહાથ પકડાઈ ગયો હતો.આ અંગે ગુનો નોંધી લાંચ માંગનાર કોન્સેબલ અશ્વીન સિંહ નીરુભાની પોલીસે શોધખોળ હાથ ધરી છે.


Loading...
Advertisement