આગામી પંચવર્ષીય યોજનામાં બફેલોના માંસની નિકાસ બમણી કરવા સરકારનું આયોજન : જીવદયા પ્રેમીઓ જાગો...

13 August 2019 04:15 PM
India
  • આગામી પંચવર્ષીય યોજનામાં બફેલોના માંસની નિકાસ
બમણી કરવા સરકારનું આયોજન : જીવદયા પ્રેમીઓ જાગો...

પશુઓનો હૃદયદ્રાવક પોકાર અમને જીવવા દો.. અમને બચાવો...:કાર્બન એમીશન અને પર્યાવરણના નુકશાનથી બચવા માસનું ઉત્પાદન ઓછું કરવા માટે સમગ્ર વિશ્ર્વમાં બૂમાબૂમ:સમગ્ર વિશ્ર્વમાં પર કેપિટા માસનું વેચાણ 41.4 કિલો છે, જ્યારે ભારતમાં એક માત્ર 4.4 કિલો છે છતાં પશુઓની કતલ કરાશે તેના પરિણામો દેશ માટે ગંભીર બની રહેશે : ભયંકર ચેતવણી

જગતમાં શ્રીમંતો અને ગરીબો વચ્ચેની આર્થિક ખાઇની સ્થિતિ એવી રીતે ઉભી થઇ છે કે એક મુઠ્ઠીભર લોકોનો વર્ગ એવો છે જેને ભૂખ લગાડવા શું કરવું એ પ્રશ્ર્ન છે અને બહોળો વર્ગ એવો છે જેને ભૂખ લાગે તો શું કરવું એ પ્રશ્ર્ન છે. ભારતમાં 4ર કરોડ લોકો એવા છે જેમને ખાવા માટે એક ટંક પુરૂ ભોજન પણ નથી મળતું અને વિશ્ર્વના સૌથી ટોચના 33 ટકા ગરીબ અને વિશ્ર્વના સૌથી ટોચના 33 ટકા ગરીબ લોકો ભારતમાં વસે છે. ફાઓના ર018ના રીપોર્ટ પ્રમાણે ભારતના 14.9 ટકા બાળકો જોઇએ એટલી માવજત નથી પામી શકયા. 19 કરોડ પ1 લાખ બાળકો રોજ ભૂખ્યા સૂઇ જાય છે. પાંચ વર્ષથી નીચેનાં ર1 ટકા બાળકો અન્ડર-નરિશ્ડ છે. પાંચ વર્ષથી નીચેનાં 18.4 ટકા બાળકોને પૂરી યોગ્ય માવજત પણ નથી મળતી. ચારમાંથી એક બાળક મારવાના વાંકે જીવે છે. આનુ મૂળ કારણ જળ, જમીન, જંગલ અને જનાવરની રક્ષા-સુરક્ષા પર આપણી ઘોર ઉદાસીનતા છે, કારણ કે આ ચારેય એકબીજા સાથે માત્ર ઇન્ટર-કનેકટેડ નથી, પરંતુ ઇન્ટર ડિપેન્ડન્ટ પણ છે. આ સુરક્ષા ચક્રને ગંભીરતાથી નહી લેવા બદલ માણસે ઘણી મોટી કિંમત ચુકવવી પડશે.
પાણીનો વેડફાટ અને માંસ
એડ્વોકસી ગ્રુપના વોટર એઇડના વડપણ હેઠળ ર018નો રીપોર્ટ બતાવે છે કે 16 કરોડ 30 લાખ લોકો એવા છે જેમને પીવાનું પાણી મેળવવા વલખાં મારવા પડે છે. ર030માં આ પાણીનો જથ્થો હજી ર8 ટકા નીચો જવાનો છે. નીતિ આયોગે બહાર પાડેલા રિપોર્ટ મુજબ 4પ00 નદીઓ સૂકીભઠ થઇ છે અને ર0 લાખ કૂવાઓના તળીયાનાં પાણી ઓસરી ગયા છે. હવે માંસના ઉત્પાદનમાં પાણી કઇ રીતે વેડફાય છે એના પર નજર રખીએ. એક કિલો બફેલો મીટનું ઉત્પાદન કરવામાં 1ર,000 લીટરથી 14,000 લીટર પાણી વપરાય છે. જ્યારે એટલા જ ચોખાનું ઉત્પાદન કરવામાં ર497 લીટર પાણી વપરાય છે. ટમેટાંનું ઉત્પાદન કરવામાં ર14 અને કેળાનું ઉત્પાદન કરવામાં 790 લીટર પાણી વપરાય છે. કોબીનું ઉત્પાદન કરવામાં ર37 લીટર પાણી વપરાય છે. દૂધનું ઉત્પાદન કરવામાં 1100 લીટર પાણી વપરાય છે. એક કિલો બફેલો મીટનું ઉત્પાદન કરવા માટે 8 થી 11 કિલો ઘાસ અથવા સોયાબીન કે અનાજ ખવડાવવું પડે છે.
કતલખાનાઓને હિસાબે માત્ર પાણીનું જ નહીં પરંતુ પર્યાવરણનું પણ પ્રદુષણ પરાકાષ્ઠાએ પહોંચ્યું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા મે ર018ના રીપોર્ટ પ્રમાણે વિશ્ર્વના સૌથી વધુ 10 પ્રદૂષિત શહેરોમાં 8 ભારતના શહેરો હતા. વારાણસી, લખનઉ અને આગ્રા કરતાં પણ વિશ્ર્વમાં સોથી ટોચનું પ્રદુષિત સ્થળ તરીકેનું સ્થાન કાનપુર પામ્યું છે. કેમ કે ટોટલ બફેલો મીટ એકસપોર્ટમાં 34 ટકા નિકાસ માત્ર ઉત્તર પ્રદેશ કરે છે. ગયા વર્ષે ર1,300 કરોડના ટોટલ મીટ એકસપોર્ટમાંથી ઉત્તર પ્રદેશે 7ર73 કરોડનો ફાળો નોંધાવેલો છે. ગંગાની સાફસૂફી કરવા ગમે એટલા પૈસા ખર્ચો પરંતુ ગોવંશની કતલ બંધ નહી થાય ત્યાં સુધી સૌથી વધારે પ્રદૂષિત શહેરોનો ઇલકાબ ભારતને મળતો જ રહેશે.
ઓફસફર્ડ યુનિવર્સિટી સંચાલિત ‘નેચર’ નામના મેગેઝીનમાં અને ફાઓએ પણ હવેની ગ્લોબલ ફૂડ સિસ્ટમને રદબાતલ કરવ પર ભાર મૂકયો છે. કાર્બન એમિશન અને પર્યાવરણના નુકસાનથી બચવા કમસે કમ આ મીટ ક્ધઝમ્પ્શનને ઓછું કરવા માટે સમગ્ર વિશ્ર્વમાં બૂમાબૂમ શરૂ થઇ ચૂકી છે. પર્યાવરણ અને તંદુરસ્તીને બચાવવા માટે ર003માં અમેરિકાથી શરૂ થયેલી મિટલેસ મન્ડે કેમ્પેનને યુએઇ સહિત 3ર દેશોમાં અદભુત પ્રતિસાદ મળ્યો છે. આખા વિશ્ર્વમાં પર કેપિટા મિટ ક્ધઝમ્પ્શન 41.4 કિલો છે. જ્યારે ભારતમાં એ માત્ર 4.4 કિલો છે અને નેપાલ હિન્દુ રાષ્ટ્ર હોવા છતાં ત્યાં 9.9 કિલો વપરાશ છે અને સૌથી દુ:ખની વાત એ છે કે આખા વિશ્ર્વમાં સૌથી ઓછું માંસ ખાનારો ભારત દેશ સૌથી વધારે માંસની નિકાસ કરે છે. સમગ્ર વિશ્ર્વમાં અહિંસા, ભાઇચારો અને કરૂણાની નિકાસ કરનાર કરનાર ભારત દેશ હવે સમગ્ર વિશ્ર્વમાં જવતા અને મરેલાં પશુઓનાં લોહી-માંસની નિકાસ કરે છે, જેમાં કુદરતી સંસાધનોનો ખાતમો બોલાય છે. ફળદ્રુપ જમીન વાંઝણી બને છે, હવા અને પાણી પ્રદૂષિત થાય છે અને વિશ્ર્વના લોકો મજાથી પોતાની જીભના ચટકાઓને આ દેશની બરબાદીના ભોગે સંતોષે છે. માત્ર પશુઓનું માંસ નહીં, પરંતુ જીવતા પશુઓને પણ પાઉંભાજીના તવા પર પટ્ટા બાંધીને જીવતા શેકવામાં આવે છે અને દર વર્ષની નિકાસ અને એની આવકના આંકડાઓ ચોંકાવનારા છે.
પર્યાવરણ અને જોખમી !
ચીનના તજજ્ઞોએ લાલ બત્તી સાથે અગમચેતી આપી દીધી છે કે દેશની અંદર થતા માંસના ભક્ષણને પ0 ટકાથી ઓછું કરવું અત્યંત આવશ્યક છે જેથી 1.8 બિલ્યન ટન્સના કાર્બન ડાયોકસાઇડના પ્રમાણને 1 બિલ્યન ટન સુધી સીમીત કરી શકાય. વિશ્ર્વની સૌથી મોટી ચિંતા સીએફસી હતી જેનો એક મોલેકયુઅલ ઓઝોનના એક લાખ પરમાણુઓને તોડી નાખતો હતો, પરંતુ હવે ાસૈથી મોટી સમસ્યા જીએચજી એટલે કે ગ્રીન હાઉસ ગેસની છે, જે હત્યા માટે પાળવામાં આવતા પશુઓને કારણે પેદા થતી હોય છે. નેધરલેન્ડમાં આ જીએચજીનું પ્રમાણ મર્યાદાની બહાર જતાં હેગની ઇન્ટરનેશનલ કોર્ટે એક લાખ ડોલરનો દંડ કર્યો છે. એક કિલો બીફ પેદા કરવ માટે 6.ર ગેલનનો ગેસોલિન વપરાય અને જે નુકસાન થાય છે એટલું પર્યાવરણનું નુકસાન થાય છે અથવા તો મિડ સાઇઝડ કાર જો 160 માઇલ સુધી ચલાવો અને જે નુકસાન થાય એટલું જ પર્યાવરણનું નુકસાન થાય છે.
પશુઓને જિવાડવાનો લાભ વધુ
પશુઓને મારી નાખવાને બદલે જિવાડો તો એક સસ્ટેઇનેબલ ઇકોનોમિક ડેવલપમેન્ટની સિસ્ટમ પેદા થાય છે. એક પશુને મારી નાખો તો 60,000 રૂપિયાની આવક થાય છે અને જિવાડો તો 6 લાખ રૂપિયા કમાવી આપે છે. 10,000 પશુથી 1 મેગાવોટા પાવર વિજળી પેદા થઇ શકે છે અને ર8.1 કરોડ પશુની આબાદીથી ર8 ગીગાવોટ ઇલેકટ્રીકટી પેદા થઇ શકે છે જે ભારતની પાવર શોર્ટેજથી ગણી વધારે છે.
બ્રાઝીલમાં 196પમાં 3000 ગીર ગાયોને ભારતમાંથી જામસાહેબે ભેટ આપી હતી. તેઓ આની ગંભીરતા સમજયા અને આજે ત્યાં આ ગીર ગાયની સંખ્યા 6પ લાખ થઇ ગઇ છે અને આપણે ત્યાં આ સંખ્યા બે લાખથી પણ નીચે જઇ ચૂકી છે. સંપૂર્ણ રીતે વિનાશના આરે ઉભેલા વિયેટનાના યુદ્ધ પછીના પુનનિર્માણમાં સ્વર્ગીય સુષ્મા સ્વરાજે પાર્લમેન્ટમાં જણાવ્યા મુજબ પશુરક્ષાએ મુખ્ય ભાગ ભજવ્યો હતો. પ્રત્યેક ખેડુતને એક એકર જમીન અને એક ગાય આપવામાં આવી હતી અને આખા દેશનો પુનરૂદ્ધાર થયો હતો. પશુની હત્યા રોકવા માટે કાયદાના મૂળમાં પણ કેટલાક બંધારણીય અને વહીવટી ફેરફાર જરૂરી છે. પશુને લાકડી મારો તો ધ પ્રિવેન્શન ઓફ ક્રૂઅલ્ટીઝ ટુ એનિમલ્સ એકટ 1960 હેઠળ ગુનો બને છે, પણ રાજ્યના એનીમલ પ્રિઝવેશન એકટ અંતર્ગત ચાલતા કતલખાનાઓમાં પશુને જો તમે સાવ મારી નાખો તો સરકાર તમને સબસીડી, લોન, ઇન્કમ-ટેકસ-માફી વગેરે આપે. સર્વોચ્ચ અદાલતની ડિવીઝન બેન્ચના રાધાકૃષ્ણન અને ઘોષ નામના નામદાર જજોએ સુપ્રિમ કોર્ટમાં જલિકુટ્ટીના કેસમાં 103 પાનાનો એક આદેશ આપ્યો છે જે પશુરક્ષા માટે ગીતા સમાન કહી શકાય અને પશુઓને માણસોની જેમ ફન્ડામેન્ટલ રાઇટસ છે તેમને શાંતિથી જીવવાનો, ભુખ્યા નહીં રાખવાનો અને સન્માનથી જીવવાનો અધિકાર આપ્યો છે એટલે હદ સુધી કહ્યું છે કે માણસ ઝઘડે તો હવે તેઓ એકબીજાને કૂતરો કે ગધેડો એવી ગાળ નહીં આપી શકે, કેમ કે એનાથી પ્રાણીઓનું સન્માન ઘવાય છે. તેમણે તો યુનોને પણ કહ્યું કે તમે માનવ અધિકારની વાત કરી તો પશુઓના મુળભૂત અધિકાર વિશે કેમ કંઇ ન કર્યુ. સર્વોચ્ચ અદાલતના આ આદેશને એના હાર્દ સાથે ખરેખર જો પાળવામાં આવે તો એક પણ પશુના માંસની નિકાસ ન થઇ શકે અને ભારતમાં પણ કરોડો પશુઓને કાયદેસર રીતે જીવતદાન મળી શકે છે.
ગાંધીજીએ કહ્યું છે કે એક દેશ પોતાના શેર સાથે કેવો વ્યવહાર કરે છે એનાથી એના ચારિત્ર્યના આંકનું મૂલ્યાંકન થઇ જતું હોય છે. પશુઓની મતબેન્ક કે યુનિયનો ન હોવાથી તેમની વિરૂદ્ધ ગમે તેવા નિર્ણયો થઇ શકે છે. અને માણસોની વોટબેન્કની હમણા પાંચ વર્ષ કોઇ ફિકર નથી. અંતમાં એટલું જ જણાવીશું કે પશુ બચશે તો ગામ બચશે અને ગામ બચશે તો દેશ બચશે. પરમાત્મા પ્રશાસકોને પવિત્ર બુઘ્ધિ અર્પે એ જ પ્રાર્થના.
ધરતીકંપ પણ આવે પશુઓની હત્યાથી ?
દિલ્હી યુનિવર્સિટીના જાણીતા વૈજ્ઞાનિક ડો. મદન મોહન બજાજ, ઇબ્રાહીમ અને વિજયરાજસિંહ નામના ભારતના ત્રણ વૈજ્ઞાનિકોએ કહ્યું હતું કે 199પમાં રશિયાના મોસ્કોમાં સામૂહિક હત્યાને કારણે ઉદભવતા તરંગો ધરતીને હલાવવાનું કામ કરે છે. વિશ્ર્વમાં આવતા ધરતીકંપ, સુનામી અને કુદરતી આફતોનું મુળ કારણ પશુની હત્યા છે એ રિસર્ચ વિશે જાણીને ત્યાં હાજર રહેલા. વૈજ્ઞાનિકો સ્તબ્ધ થઇ ગયા હતા. જેને હવે રહી-રહીને વધુ રિસર્ચ દ્વારા પુષ્ટિ આપવાનું કામ ચાલુ છે. આ ત્રિપુટીએ સાબિત કર્યુ હતું કે રેડિયો, ટીવી, સેટેલાઇટ અને એકસપ્લોઝીવ એટમબોમ્બના પણ વિસ્ફોટ તરંગોના આવાગમન પર નિર્ભર હોય છે. રશિયાના વૈજ્ઞાનિકે તો લ્યુનોખદ નામના મશીનથી ચંદ્ર પરની રજકણને પૃથ્વી પર લાવવાનો સિદ્ધ પ્રયોગ કરેલો છે. આ જ પ્રમાણે ધરતીકંપ પણ તરંગોના આધારે થાય છે જેમાં તેમણે ત્રણ તરંગોની વાત કરી છે, જેમાં પહેલા તરંગો અતિવેગથી પસાર થતા હોય છે. બીજા પ્રકારના તરંગો પ્રમાણમાં ધીમી ગતિવાળા હોય છે, પરંતુ તેઓ પશુઓની હત્યા થાય ત્યારે જેને આઇન્સ્ટાઇન પેઇન વેવ્ઝ કહે છે એવાં વેદનાનાં વાદળોને બાંધતા હોય છે. આવા વાદળોનાં મોજા ધીમે ધીમે એકઠા થઇને બળવાન થતાં જાય છે. જે સ્થાન પર ફેરવી શકે છે અને જેમ પાણીનાં વાદળો ફાટે ત્યારે વરસાદ પડે છે એમ આ વેદનાના વાદળનું એકસપ્લોઝન થાય ત્યારે ભૂગર્ભના ખડકોને પણ તોડી નાખે છે.


Loading...
Advertisement