રાણપુરમાં રવિશંકર મહારાજની સ્મૃતિ સ્થળની સ્થાપના કરાઇ

13 August 2019 03:53 PM
Botad

બોટાદ, તા. 13
આઝાદીની લડત વખતે અગ્રગણ્ય સ્વાતંત્ર્ય વીરોને જ્યાં કારાવાસમાં રખાયા હતા તે અમદાવાદ સ્થિત ઐતિહાસિક સાબરમતી જેલ (હાલ અમદાવાદ મઘ્યસ્થ જેલ) ખાતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી અને મુક સેવક રવિશંકર વ્યાસ ‘મહારાજ’ના સ્મૃતિ- સ્થળની સ્થાપના ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઇ મેઘાણી સ્થાપિત ‘ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન’ તથા જેલ પ્રસાશન દ્વારા થઇ. મહાદેવભાઇ દેસાઇ, દેવદાસભાઇ ગાંધી, મણીલાલ કોઠારી, દરબાર ગોપાળભાઇ દેસાઇ, સૌરાષ્ટ્રના ‘સિંહ’ અમૃતલાલ શેઠ, બળવંતરાય મહેતા અને અન્ય મહાનુભાવોની તસ્વીરો પણ સ્મૃતિરૂપે અહીં પ્રદર્શિત કરાઇ છે.
ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ રાણપુર સ્થિત ક્રાંતિકારી લોકસંત જૈન મુનિશ્રી સંતબાલજી પ્રેરીત તથા આર્થિક-સામાજિક રીતે વંંચિત સમાજની બહેનોને સ્વરોજગારી આપવાનું ઉમદા કાર્ય કરતી અગ્રગણ્ય ખાદી સંસ્થા ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ ખાતે પિનાકી મેઘાણીનું ભાવભર્યુ અભિવાદન કરાયું હતું. ગુજરાત રાજ્યના જેલ અને સુધારાત્મક વહીવટના તત્કાલીન પોલીસ મહાનિર્દેશક મોહન ઝા (આઇપીએસ), નાયબ પોલીસ મહાનિરીક્ષક એસ.કે.ગઢવી (આઇપીએસ), અમદાવાદ મઘ્યસ્થ જેલના અધિક્ષક ડો. એમ.કે.નાયક (આઇપીએસ) અને નાયબ અધિક્ષક પી.બી.સાપરા પ્રત્યે પણ આભાર વ્યકત થયો હતો. જૈન મુનિની સંતબાલજી દ્વારા જ પ્રેરીત ભાલ નળકાંઠા પ્રાયોગિક સંઘ (ગુંદી આશ્રમ)ના પ્રથમ પ્રમુખ રવિશંકર મહારાજ હતા જે ખાસ ઉલ્લેખનીય છે.


Loading...
Advertisement