બોટાદના દોઢ સદી પ્રાચીન વૈજનાથ મહાદેવ મંદિરનું અનન્ય મહાત્મ્ય : શિવ વંદના

13 August 2019 03:47 PM
Botad
  • બોટાદના દોઢ સદી પ્રાચીન વૈજનાથ
મહાદેવ મંદિરનું અનન્ય મહાત્મ્ય : શિવ વંદના

(દિનેશ બગડીયા) બોટાદ, તા. 13
બોટાદ શહેરની મઘ્યમાં આશરે દોઢેક સદી (184પ)થી પુરાણોકત મંદિર એટલે બોટાદ શહેરનું શિવાલય(વૈજનાથ મંદિર) આખુય મંદિર સંગેમરમરની દિવાલોથી અને શિખર ઉપર અહોર્નિસ સફેદ ઘ્વજાથી ફરકતું અને શોભાયમાન એવું અદ્યતન મંદિર છે.
બોટાદ વૈજનાથ મંદિરની સ્થાપના 184પમાં કરવામાં આવી હતી. મંદિર આદ્ય સ્થાપક લલ્લુભાઇ વહીવટદાર અને મોઢ વણિક ગોરધનભાઇ પારેખ હતા. મંદિરના નિજ મંદિરમાં મહાદેવના ત્રણ શિવલીંગ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ સ્વરૂપની વચ્ચે વૈજનાથ મહાદેવ શિવલિંગ સ્વરૂપે બિરાજમાન છે. ઉપરાંત ગંગાજી અને પાર્વતીજી તેમજ ગણપતિ, હનુમાનજી અને મહાદેવજી પરિવાર નંદી, ભૈરવ, કાચબો, બિરાજમાન છે. મંદિરમાં પિતૃસ્વરૂપે એક મોટુ પીપળાનું વૃક્ષ છે તેમજ આર્ય હિન્દુ ધર્મના જુદા જુદા દેવ, દેવીઓની સ્વરૂપવાળી મૂર્તિઓ અને સપ્તઋષીઓ સહિત ખાખી બાવાઓની મૂર્તિઓ મંદિરની શોભા વધારે છે.
આ મંદિરમાં રોજ સવારે મહિલા સત્સંગ મંડળ દ્વારા ભજન કીર્તન થાય છે અને રોજ સાંજે વૈજનાથ સંસ્કૃત પાઠશાળા ચાલે છે. આ પાઠશાળા ઇ.સ.1941ના સ્વ. વસંતરાય જયશંકર જોષી અને સ્વ. માર્કન્ડરાય આર.જોષીએ પાઠશાળા શરૂ કરેલી પરંતુ સંજોગો વસાત બંધ થયેલી પરંતુ સોના સાથ સહકારથી આ પાઠશાળા ફરીથી વિ.સં. ર039ના મહાવદી 14 (મહાશિવરાત્રી)ને શુક્રવારે તા. 11/2/1983ના શુભ દિવસથી શરૂ છે છેલ્લા વર્ષથી સુંદર પાઠશાળા ભાઇઓ તથા બહેનોની ગંગાપ્રવાહ અને બિલીના વૃક્ષની જેમ ફુલી ફાલી રહી છે આ પાઠશાળામાં આવતા ધાર્મિક તહેવારો વ્રતો પૂજનો ભુદેવો બળેવના દિવસે યજ્ઞોપવિત ધારણ કરે છે. આ મંદિરમાં ભુદેવો દ્વારા ઉચ્ચારાતા શ્ર્લોકોથી મંદિર ગુંજી ઉઠે છે.


Loading...
Advertisement