અમિત શાહ ગુરુવારે લાલ ચોકમાં ત્રિરંગો ફરકાવશે!

13 August 2019 03:39 PM
India
  • અમિત શાહ ગુરુવારે લાલ ચોકમાં ત્રિરંગો ફરકાવશે!

અધિકારીઓ ચોકકસ: હાલ સ્થિતિ સાનુકુળ નહી હોવાનો મત: ગૃહમંત્રી કાશ્મીર ખીણની મુલાકાતે જવા આતુર

નવી દિલ્હી: કાશ્મીરમાં કલમ 370 દૂર કર્યા બાદની તંગ પરિસ્થિતિ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમીત શાહ તા.15 ઓગષ્ટના રોજ શ્રીનગરમાં રાજયકક્ષાના ધ્વજવંદન સમારોહમાં ભાગ લઈને રાષ્ટ્રધ્વજ ફરકાવી શકે છે. તેઓએ આ ક્ષેત્રે હાલ કાશ્મીરમાં કેમ્પ કરીને બેસેલા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોવાલ સાથે વાતચીત કરી છે અને હજું કોઈ આખરી નિર્ણય લેવાયો નથી પણ ગૃહ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા મુજબ કાશ્મીરની સુરક્ષા સાથે સંકળાયેલા અધિકારીઓએ મંતવ્ય વ્યક્ત કર્યુ કે ગૃહમંત્રીના આવવાથી તનાવ વધવાનો ભય છે. સુરક્ષાના વધારે પગલા જરૂરી બનશે. રાજયમાં હાલ સ્થિતિ નિયંત્રણમાં છે તે બગડવાનો ભય છે તેની ગૃહમંત્રીએ હાલ આવવું જોઈએ નહી. શ્રીનગરમાં શેરે-એ-કાશ્મીર સ્ટેડીયમમાં ધ્વજવંદનની તૈયારી શરુ થઈ ગઈ છે પણ અમીત શાહ શ્રીનગરના લાલ ચોકમાં ત્રિરંગો ફરકાવવા માંગે છે પણ ગઈકાલે ઈદ પણ જેરીતે દહેશત ભર્યા વાતાવરણ વચ્ચે ઉજવાઈ તેનાથી પરિસ્થિતિ ઠીક નહી હોવાનો સંકેત મળ્યો છે.


Loading...
Advertisement