બિગબોસ 13ની પ્રાઈઝ-મની હશે એક કરોડ?

13 August 2019 03:18 PM
Entertainment
  • બિગબોસ 13ની પ્રાઈઝ-મની હશે એક કરોડ?

મુંબઈ: સલમાનખાનના વિવાદાસ્પદ રિયાલીટી શો ‘બિગ બોસ 13’ની પ્રાઈઝ-મની વધારવામાં આવશે એવી ચર્ચા છે. આ શોની 13મી સીઝનની તૈયારી જોરશોરથી ચાલી રહી છે. આ શાનો સેટ દર વર્ષે લોનાવાલામાં બને છે, પરંતુ આ વર્ષે મુંબઈમાં બનાવવામાં આવશે એવી ચર્ચા છે. સલમાન તેની ફીલ્મનું શુટીંગ મુંબઈમાં કરી રહ્યો છે અને તેને સહેલું પડે એ માટે આ વખતે મુંબઈને ટાર્ગેટ કરવામાં આવ્યું છે તેમજ શો તેની પ્રાઈઝ-મનીને લઈને હાલમાં ચર્ચામાં છે. આ શોમાં અત્યાર સુધી વિજેતાને 50 લાખ રૂપિયાનું પ્રાઈઝ આપવામાં આવતું હતું. જો કે ઓછી પ્રાઈઝ હોવાને કારણે મોટી સેલીબ્રીટી એમાં ભાગ નથી લઈ રહી. શો-બીઝનેસના જાણીતા ચહેરાઓને આકર્ષવા માટે આ શોની પ્રાઈઝ વધારીને એક કરોડ રૂપિયા કરવામાં આવી હોવાની ચર્ચા છે.


Loading...
Advertisement