કૌન બનેગા કરોડપતિમાં અત્ર, તત્ર, સર્વત્ર છે અમિતાભ બચ્ચન

13 August 2019 03:16 PM
Entertainment
  • કૌન બનેગા કરોડપતિમાં અત્ર, તત્ર, સર્વત્ર છે અમિતાભ બચ્ચન

મુંબઈ: અમિતાભ બચ્ચન ‘કૌન બનેગા કરોડપતિ’ને હોસ્ટ કરવાથી લઈને એની પ્રોસેસમાં પણ રસ લે છે. બિગ બી આ શોને છેલ્લાં ઘણાં વર્ષોથી હોસ્ટ કરી રહ્યાં છે. આ શોની અગિયારમી સીઝન 19 ઓગષ્ટથી સોની ટીવી પર શરુ થઈ રહી છે. આ છઠ્ઠી સીઝન છે જેને અરુણ શેષકુમાર ડિરેકટ કરી રહ્યો છે. બીગ બી વિશે વાત કરતાં અરુણ શેષકુમારે કહ્યું હતું કે ‘શોને બનાવવાની તમામ પ્રોસેસમાં તેઓ રસ લે છે. ‘કૌન બનેગા કરોડપતિ’ની જાહેરાત કરવામાં આવી ત્યારથી શોને સફળ બનાવવા માટે તેઓ ટીમ સાથે સતત મુલાકાત કરતાં રહે છે. આજે પણ તેઓ શોની શરુઆત પહેલાં રિહર્સલ કરે છે. અમને બધાને ખબર છે કે તેમને એની જરૂર નથી, પરંતુ એ તેમનું બેસ્ટ આપવાની કોશિશ કરે છે. તેઓ હંમેશા તેમનું હોમવર્ક કરીને આવે છે. મને યાદ છે કે એક દિવસ તેમણે મને કહ્યું હતું કે તેઓ ફકત સેટ પર હાથ હલાવતા નથી આવતા. તેઓ એ વિશે આખી રાત વિચારીને આવે છે. તેઓ જયાં સુધી ફીલ્મસીટીમાં ન પહોંચે ત્યાં સુધી શોને કઈ રીતે આગળ લઈ જવો એ વિશે વિચારે છે.’


Loading...
Advertisement