ધાર્મિક લાગણી દુભવતી પોસ્ટ બદલ પાયલ રોહતગી વિરુદ્ધ ફરિયાદ

13 August 2019 03:14 PM
Entertainment
  • ધાર્મિક લાગણી દુભવતી પોસ્ટ બદલ પાયલ રોહતગી વિરુદ્ધ ફરિયાદ

મુંબઈ: સોશ્યલ મીડીયા પર ધાર્મિક સંપ્રદાયો વચ્ચે ભડકાવનારું ‘દ્વેષપૂર્ણ ક્ધટેન્ટ’ પોસ્ટ કરવા બદલ અભિનેત્રી પાયલ રોહતગી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
8 જુલાઈએ પાયલે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટમાં વિવાદાસ્પદ કમેન્ટ કરી હતી. તેણે પોસ્ટમાં લક્યું હતું કે ‘ઝાયરા વસીમનું બ્રેઈનવોશ કરવામાં આવ્યું છે કે પછી તેને ફરજ પાડવામાં આવી છે. એનાથી મને કશો ફરક નથી પડતો. હું ફકત એટલું કહું છું કે ઈસ્લામમાં જાતિગત અસમાનતા પ્રવર્તે છે. કાં તો પછી સલમાનખાન, આમીરખાન વગેરે મુસ્લીમ પુરુષો સુપરસ્ટાર્સ અલ્લાહની નજીક નથી અને સનાતન ધર્મ આવો વાહિયાત ઉપદેશ નથી આપતો. અમે પછાત નથી.’ પાયલની પોસ્ટ સામે 31 જૂને એડવોકેટ અલી કાશિફ ખાને ઓશિવરા પોલીસ સ્ટેશન અને સાઈબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીએ આરોપ મુકયો હતો કે અભિનેત્રી ધર્મના આધારે હેતુપૂર્વક વિવિધ ધાર્મિક જૂતો વચ્ચે શત્રુતા ફેલાવીને તથા એને વેગ આપીને ગેરકાયદે તથા ગુનાહીત પ્રવૃતિઓ આચરી રહી છે. તે એક વર્ગના ધર્મ કે ધાર્મિક લાગણીનું અપમાન કરતી પોસ્ટ કરીને ધાર્મિક સંવેદનાને દુભવીને દેશની સંવાદીતાને જોખમમાં મુકતી પ્રવૃતિ કરી રહી છે. તેની વિરુદ્ધ એફઆઈઆર દાખલ થવો જોઈએ. ભડકાવનારી કમેન્ટ કરનારા એન્ટી સેકયુલર લોકોને બોધપાઠ
મળવો જોઈએ.


Loading...
Advertisement