કાલથી ત્રણ દિવસ ફરી હળવી મેઘસવારી: સૌરાષ્ટ્રમાં ઝાપટાથી બે ઈંચ; ગુજરાતમાં એકથી ચાર ઈંચ વરસાદ થશે

13 August 2019 03:08 PM
Rajkot Gujarat Saurashtra
  • કાલથી ત્રણ દિવસ ફરી હળવી મેઘસવારી: સૌરાષ્ટ્રમાં ઝાપટાથી બે ઈંચ; ગુજરાતમાં એકથી ચાર ઈંચ વરસાદ થશે

જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલની આગાહી: બંગાળની ખાડીનું લો-પ્રેશર મધ્યપ્રદેશના માર્ગે હોવાથી ગુજરાતને થોડી અસર થશે:અર્ધા સૌરાષ્ટ્રમાં ઝાપટાથી 20 મીમી તથા બાકીના 50 ટકામાં 20 મીમીથી 50 મીમી સુધી વરસાદ વરસવાની શકયતા

રાજકોટ તા.13
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં બે દિવસથી વરસાદમાં રાહત રહ્યા બાદ આવતીકાલથી ફરી મેઘો મંડાશે. ત્રણેક દિવસ દરમ્યાન સૌરાષ્ટ્ર-કચ્છમાં ઝાપટાથી માંડી બે ઈંચ વરસાદ થશે. જયારે ગુજરાતમાં આ પ્રમાણ એકથી ત્રણ ઈંચ સુધી રહેવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે કરી છે.
તેઓએ આજે વાતચીતમાં જણાવ્યું હતું કે ઉતર-પશ્ર્ચિમી બંગાળની ખાડીમાં સર્જાયેલુ લો-પ્રેશર ઓરિસ્સા-પશ્ચિમ બંગાળના દરિયાકાંઠેથી જમીન પર આવ્યુ છે અને હાલ પશ્ર્ચીમ બંગાળના દક્ષિણે તથા ઉતરીય ઓરિસ્સા પર કેન્દ્રીત છે તેને આનુસાંગીક સાયકલોનીક સરકયુલેશન 7.6 કીમીની ઉંચાઈએ છે જેનો ઝુકાવ દક્ષિણ-પશ્ચીમ તરફ છે. આવતા 48 કલાકમાં મજબૂત થઈને વોલમાર્ક લો-પ્રેશરમાં પરિવર્તિત થઈ શકે છે.
ચોમાસુ ધરી ફીરોઝપુર, પતીયાલા, બાગપત, મેનપુરી, ચોબાસા થઈને લો પ્રેસર સેન્ટરથી મધ્યપુર્વ બંગાળની ખાડી સુધી લંબાય છે.
દક્ષિણ ગુજરાતથી લક્ષદ્વીપ સુધીનું ઓફશોર ટ્રફ હવે મહારાષ્ટ્રથી ઉતરીય કેરળ સુધીનું છે. અગાઉનું લો-પ્રેશર નબળુ પડી ગયુ છે. છતાં તેને આનુસાંગીક અપર એર સાયકલોનીક સરકયુલેશન મૌજૂદ છે અને ઉતર પશ્ચીમી અરબી સમુદ્રમાં છે.
અશોકભાઈ પટેલે 13થી 18 ઓગષ્ટની આગાહીમાં જણાવાયું છે કે લો-પ્રેશરની ગતિ મધ્યપ્રદેશ તરફ છે એટલે ગુજરાત-સૌરાષ્ટ્રને થોડા ઘણા અંશે અસર કરી શકે છે. ઉતર પશ્ચિમ તથા ઉતર મધ્યપ્રદેશતથા તેને લાગુ રાજસ્થાન તરફ ગતિ હોવાથી રાજયને અસર કરશે.
આ સીસ્ટમની અસર હેઠળ દક્ષિણ ઉતર અને મધ્ય ગુજરાતના 75 ટકા ભાગોમાં 50થી75 મીમી (બે થી ત્રણ ઈંચ) વરસાદ થવાની શકયતા છે. કયાંક 100 મીમી (4 ઈંચ) સુધી પણ થઈશકે જયારે બાકીના 25 યકા ભાગોમાં 25થી50 મીમી (એકથી બે ઈંચ) વરસાદ થવાની શકયતા છે.
સૌરાષ્ટ્ર-કચ્છને લાગેવળગે છેત્યાં સુધી તા.14થી16 અર્થાત કાલથી ત્રણ દિવસ 50 ટકા ભાગોમાં ઝાપટાથી માંડીને 20 મીમી તથા બાકીના 50 ટકા ભાગોમાં 20થી50 મીમી વરસાદ થવાની શકયતા છે. તા.16 પછીના દિવસોમાં રાજયમાં છુટાછવાયા ઝાપટા પડવાની શકયતા છે.


Loading...
Advertisement